મહિલાને આ કામ કરતાં ક્યારેય ન જોવી પુરુષે, જોવાથી ભોગવવા પડે છે નરક સમાન દુ:ખ
Garud puran Niyam:ગરુડ પુરાણમાં જે વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં પ્રત્યેક વ્યક્તિએ કયા નિયમનું પાલન કરવું જોઈએ તેના વિશે પણ જણાવાયું છે. આ નિયમોનું પાલન કરવાથી સારું જીવન જીવી શકાય છે અને વ્યક્તિને જીવનમાં સમૃદ્ધિ અને માન સન્માન મળે છે.
Garud puran Niyam: સંસારમાં સ્ત્રી અને પુરુષ બંને માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જેને અનુરૂપ જો વ્યક્તિ પોતાનું જીવન જીવે તો ક્યારેય સમસ્યાનો સામનો કરવો પડતો નથી. પરંતુ જ્યારે તમે કોઈ નિયમની વિરુદ્ધ જાઓ છો ત્યારે તમારે તેનું પરિણામ ભોગવવું પડે છે. ગરુડ પુરાણમાં જે વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં પ્રત્યેક વ્યક્તિએ કયા નિયમનું પાલન કરવું જોઈએ તેના વિશે પણ જણાવાયું છે. આ નિયમોનું પાલન કરવાથી સારું જીવન જીવી શકાય છે અને વ્યક્તિને સમાજમાં માન સન્માન મળે છે.
ગરુડ પુરાણમાં વ્યક્તિના વ્યવહારથી લઈને ગુણ વિશે પણ જણાવાયું છે. 18 પુરાણોમાંથી એક ગરુડ પુરાણ છે જેમાં મૃત્યુ, સ્વર્ગ, નર્ક, નીતિ, નિયમ વિશે જણાવ્યું છે. સાથે જ જણાવાયું છે કે મહિલાઓને પુરુષો સાથે અને પુરુષોએ મહિલાઓ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. ગરુડ પુરાણ અનુસાર મહિલાઓને કેટલાક ખાસ કામ કરતી વખતે પુરુષોએ જોવી જોઈએ નહીં. જો પુરુષો આમ કરે છે તો તેનું ખરાબ પરિણામ તેણે ભોગવવું પડે છે. આવું કામ કરનાર પુરુષ પાપનો ભાગીદાર બને છે અને જીવનમાં સમસ્યાનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચો:
માર્ચ મહિનામાં શનિનું ઉદય થવું અને ગુરુનું અસ્ત થવું આ 4 રાશિના લોકો માટે લાભકારક
જે ઘરમાં રવિવારે થાય છે આ કામ ત્યાં નથી રહેતી સમૃદ્ધિ, લોકો રહે છે ગરીબ
શરીરના આ ભાગ પર પડે ગરોળી તો સમજી લેજો થવાના છો માલામાલ, જાણો ગરોળીના શુકન અપશુકન
સ્નાન કરતા
કોઈપણ મહિલા ને સ્નાન કરતી વખતે પુરુષો જોવી જોઈએ નહીં. જો આવું કામ પૂરું કરે છે તો તે પાપનો ભાગી બને છે. પુરુષ દ્વારા સ્નાન કરતી મહિલા ને જોવું ઘર પાપ ગણાય છે. સાથે જ મહિલાઓ માટે કહેવાયું છે કે નદી કે તળાવમાં સ્નાન કરતી વખતે મહિલાએ હંમેશા વસ્ત્ર પહેરી રાખવા જોઈએ.
કપડાં બદલતી વખતે
કોઈપણ મહિલા કપડાં બદલી રહી હોય ત્યારે પણ પુરુષો તેને જોવી જોઈએ નહીં. જો કોઈ પુરુષ કપડા બદલતી મહિલાને જોવાનો પ્રયત્ન કરે છે તો પણ તે પાપનો ભાગીદાર બને છે.
બાળકને દૂધ પીવળાવતી વખતે
કોઈ મહિલા જ્યારે બાળકને દૂધ પીવડાવતી હોય ત્યારે પણ પુરુષોએ તેને જોવી જોઈએ નહીં. દૂધ બાળકનો આહાર હોય છે ત્યારે કોઈ પણ સમયે મહિલાએ બાળકને દૂધ પીવડાવવું પડે છે પરંતુ આ સમયે તેને જોવાનું ટાળવું જોઈએ.