Signs of Death: પડછાયો ન દેખાય તો સમજવું કે મૃત્યુંની ઘડી નજીક છે, શરીરમાં આવે છે આવા ફેરફાર
shiva puran: મૃત્યુ એ જીવનનું અંતિમ સત્ય છે, પરંતુ આમ છતાં બધા તેનાથી ડરે છે અને તેના વિશે જાણવા માટે વધુ ઉત્સુક પણ રહે છે.
Death Indications: મૃત્યુ એ જીવનનું અંતિમ સત્ય છે, પરંતુ આમ છતાં બધા તેનાથી ડરે છે અને તેના વિશે જાણવા માટે વધુ ઉત્સુક પણ રહે છે. મૃત્યુ સમયે કેવો અનુભવ થાય છે અને મોત બાદ જીવન કેવું હોય છે તેને લઈને ખુબ શોધ થઈ છે અને અનેક અટકળો પણ થઈ છે. અમે તમને એવા સંકેતો વિશે જણાવીએ છીએ જે મોત આવતા પહેલા જોવા મળતા હોય છે. જે જણાવે છે કે ગણતરીના સમયમાં હવે વ્યક્તિનું મોત થઈ શકે છે. મૃત્યુના આ સંકેતો વિશે શિવ પુરાણમાં ઉલ્લેખ છે.
પડછાયો દેખાતો નથી
શિવપુરાણ મુજબ જ્યારે વ્યક્તિ મોતની નજીક હોય છે ત્યારે તેને પડછાયો દેખાવવાનો બંધ થઈ જાય છે. તેને પાણી, ઘી, કાચ, કોઈમાં પણ તેનો પડછાયો દેખાતો નથી.
શરીરમાં આવે છે ફેરફાર
જ્યારે વ્યક્તિનું મોઢું, જીભ, નાક, કાન કામ કરવાના બંધ કરવા લાગે અથવા તો સારી રીતે કામ ન કરે તો તે પણ જલદી મૃત્યુ આવવાા સંકેત છે. આ ઉપરાંત સમગ્ર શરીરનું સફેદ કે પીળું પડી જવું પણ મોતનો ઈશારો છે.
સૂર્ય કાળો દેખાય
જ્યારે વ્યક્તિને સૂર્ય-ચંદ્રમા કાળા દેખાય કે તેમની ચારે બાજુ ચમકતો, લાલ, કાળો ઘેરો જોવા મળે તો બની શકે કે થોડા સમય બાદ તેનું મૃત્યુ થઈ જાય.
આગની રોશની ન દેખાય
જો વ્યક્તિને બધું દેખાય પણ તેને આગમાંથી નીકળતી જ્વાળાઓન દેખાય તો તેનો મૃત્યુનો સમય નજીક હોઈ શકે છે.
કબૂતર માથા પર આવીને બેસે
વ્યક્તિના માથા પર ગિદ્ધ, કાગડો કે કબૂતર આવીને બેસે તો તેની ઉંમર ઘટવાનો સંકેત છે. આ વ્યક્તિ અચાનક નીલી માખીઓથી ઘેરાઈ જાય તો તે પણ મૃત્યુનો સંકેત હોઈ શકે છે.
સૌર મંડળ
જ્યારે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય ત્યારે તેને ધ્રુવ તારો કે સૂર્ય મંડળનો કોઈ પણ તારો દેખાડવવાનો બંધ થઈ જાય છે. તેને રાતે ઈન્દ્રધનુષ અને દિવસના અજવાળામાં ઉલ્કાપાત દેખાતા હોય છે.
(ખાસ નોંધ: આ લેખમાં અપાયેલી તમામ જાણકારી સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની કોઈ પુષ્ટિ કરતું નથી.)