Vastu Tips: જે ઘરમાં સ્ત્રી સ્નાન કર્યા વિના કરે છે સવારના આ કામ તે ઘરમાં વધે દરિદ્રતા, થાય છે ધનહાનિ
Vastu Tips: મહિલાઓ જો આ નિયમોનું પાલન કરે છે તો ઘરમાં ધન અને અન્નના ભંડાર ભરેલા રહે છે. પરંતુ જો આ વાતની અવગણના કરવામાં આવે તો તેનાથી ઘરમાંથી સુખ-શાંતિ છીનવાઈ જાય છે અને આર્થિક સંકટ વધે છે.
Vastu Tips: દરેક વ્યક્તિ દોડધામ એટલા માટે કરે છે કે તેના ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે. ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે તે માટે મહિલાઓ દરરોજ પૂજા પણ કરે છે. પરંતુ આ બધું કરવા છતા પણ તમારા ઘરમાં દરિદ્રતા વધી શકે છે જો તમે વાસ્તુના આ નિયમોનું પાલન ન કરો તો. મોટાભાગના લોકો આ વાતથી અજાણ હોય છે અને અજાણતા આ નિયમોનું પાલન કરતા નથી. ખાસ કરીને ઘરની મહિલાઓએ વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમોનું પાલન હંમેશા કરવું જોઈએ.
મહિલાઓ જો આ નિયમોનું પાલન કરે છે તો ઘરમાં ધન અને અન્નના ભંડાર ભરેલા રહે છે. પરંતુ જો આ વાતની અવગણના કરવામાં આવે તો તેનાથી ઘરમાંથી સુખ-શાંતિ છીનવાઈ જાય છે અને આર્થિક સંકટ વધે છે.
મહિલાઓએ સ્નાન કરીને કરવા આ કામ
આ પણ વાંચો:
5 રાશિઓને ફળશે ઓક્ટોબર મહિનો, આ રાશિઓએ રહેવું પડશે સાવધાન, વાંચો તમારું માસિક રાશિફળ
પિતૃ પક્ષના આ નિયમોનું ન કરવું ઉલ્લંઘન, કરવાથી જીવનમાં થશે ઊથલપાથલ
પિતૃ પક્ષ દરમિયાન આ વસ્તુઓનું કરો દાન, પૂર્વજોના આશીર્વાદથી બનશો કરોડપતિ
તુલસીને સ્પર્શ
ઘરમાં તુલસીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. મહિલાઓ દરરોજ તુલસીને જળ ચઢાવે છે. જો કે તુલસીને સ્નાન કર્યા વિના ક્યારેય જળ ચઢાવવું નહીં. આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે.
પૈસાને સ્પર્શ
પૈસાને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં સ્નાન કર્યા વિના ક્યારેય પૈસાને સ્પર્શ ન કરવો જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં ગરીબી વધવા લાગે છે.
વાળ
વાળ ઓળતા પહેલા સ્નાન કરવું જોઈએ. સવારે ઉઠીને સ્નાન કર્યા પછી તમારા વાળ ખોલો અને તેમાં કાંસકો ફેરવો. જો તમે સ્નાન પહેલા વાળમાં કાંસકો ફેરવો છો તો તેનાથી ઘરમાં ગરીબી આવવા લાગે છે અને નકારાત્મક ઊર્જા વધે છે.
ભોજન બનાવવું
આજની ફાસ્ટ લાઈફમાં મોટાભાગે સ્ત્રીઓ નહાયા વિના જ નાસ્તો કે ભોજન બનાવવા લાગે છે. પરંતુ આમ કરવાનું ટાળવું જોઈએ. સ્નાન કર્યા વિના બનાવેલો ખોરાક ખાવાથી વ્યક્તિ બીમાર થાય છે. કારણ કે તેનાથી નકારાત્મક ઉર્જાનો સંચાર શરીરમાં થાય છે. સ્ત્રીઓએ હંમેશા સ્નાન કરીને જ રસોડામાં જવું જોઈએ. કોઈ સ્ત્રી સ્નાન કર્યા વિના ભોજન બનાવે છે તો તેનાથી માતા અન્નપૂર્ણા નારાજ થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)