Life Line: જો જીવનરેખા નબળી કે દોષ ચિન્હો વાળી હોય કે દેખાય તો કેવા ઉપાયો કરવા તે પણ જાણો. આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે કહ્યું કે હસ્તરેખાશાસ્ત્ર અનુસાર જીવન રેખા તમારું જીવન અને આરોગ્ય જણાવે છે  જો પહેલેથી જ જાણી લઈએ કે જીવન રેખા આ જગ્યાએ નબળી પડતી જાય કે કોઈ અશુભ ચિન્હો દેખાય અને તે જ સમયે શારીરિક ગરબડ જણાય તો આપણે તેને અવગણીએ નહીં અને તેના ઉપાય કરી યોગ્ય સારવાર કરીએ તો જીવન બચાવી લેવાય જેના માટે આ શાસ્ત્રની રચના ઋષિ મુનિ ઓએ કરી છે. 
હસ્તરેખા અનુસાર જીવન રેખામાં પણ સારી અને ખરાબ  નિશાનીઓ હોય છે. તે અનુસાર જીવનમાં આરોગ્યની દ્રષ્ટિએ શુભ અશુભ ફળ આપે છે. જે જાણીએ તો પહેલેથી સજાગ રહી તેના ઉપાય કરી શકીએ છીએ જીવન રેખા  પર ની અશુભ નિશાનીઓ ને  દૂર કરી શકાય છે. કોઈ ગંભીર બાબત દેખાતી હોય તો ડોક્ટરની સલાહ પણ સમયસર લઈ શકાય અને કોઈ ધાર્મિક ઉપાય પણ કરી શકાય જેથી જીવનનું રક્ષણ થઈ શકે .


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીવન રેખા સહાયક રેખા વાળી :


આ રેખા જીવનરેખાની અંતર્ગત તેને સમાન્તર રેખા જોવા મળે છે. તેને મંગળ રેખા તરીકે પણ ઓળખવામાં આવે. આ રેખા જાતકને ઉત્તમ સ્વાસ્થ આપે છે અને જીવન રેખાના ઘણા દોષોને દૂર કરે છે અને નાની મોટી શારીરિક તકલીફોનો સામનો કરવાની ક્ષમતા આપે છે અકસ્માત કે હાર્ટ એટેક જીવવામાં પણ જીવ  બચી શકે તથા જાતકને લાંબુ અને સ્વસ્થ્ય આયુષ્ય બક્ષે છે.



 ભ્રુમ ચિન્હ વાળી જીવન રેખા :


જો જીવનરેખાને અંત ભાગમાં ભ્રુમ ચિન્હ  , ઝાડુ જેવી અનેક રેખાઓ કાપતી હોય તો આવા જાતકો સ્વસ્થ સભાન અવસ્થામાં અચાનક મૃત્યુ પામી શકે  છે. ઘણીવાર આકસ્મિક મૃત્યુના કિસ્સામાં આવી રેખા જોવા મળે છે. આપણે ઘણીવાર જોઈએ કે હાથમાં જીવન રેખા લાંબી હોય અને અચાનક વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેમાં બારીકાઈથી જોતા આવી રેખા નજરમાં આવે છે .ઘણી વાર  આ  આકસ્મિક મૃત્યુ બીન પીડા કારક હોય છે.



બરાબર 4 દિવસ બાદ સૂર્યનું થશે ગોચર, મેષ સહિત આ 4 રાશિના જાતકોના સિતારા ચમકશે


શનિ કુંભ રાશિમાં કરશે પ્રવેશ, દેશ-દુનિયા સહિત આ રાશિઓ પર પડશે ભારે અસર


ઘરના વાસ્તુનું રાખ્યું છે ધ્યાન ,આ છે પાક્કું વાસ્તુ,ઘરમાં ક્યારેય નહીં ખૂટે લક્ષ્મી


જીવન રેખા  અંત ભાગે ઝાંખી ટપકાવાળી   :


જો જીવન રેખાના અંત ભાગમાં તૂટક ઝાંખી અને ટપકાવાળી રેખા હોય તો તે જાતકને વૃદ્ધાઅવસ્થા કે રોગો અને વ્યાધિઓ આપે છે ઘણીવાર ખૂબ લાંબી બીમારી આપે છે જીવનમાં બીમારી ના કારણે યાતના સાથે પથારીમાં મૃત્યુ પામ્યા હોય તેમના હાથ માં આવી જીવન રેખા હોય છે .



જીવન રેખા કૂપચિન્તયુક્ત તૂટક - ઝાંખી - ટપકાયુક્ત જીવનરેખા જીવન રેખા ઉપર કૂપચિન્હ હોય તો જાતકને જીવનની જેતેઅવધી દરમ્યાન ઘણી શારીરિક શ્રમ કરવો પડે છે.
જીવન રેખા તૂટક હોય તો તે જીવનના જે તે અવધી દરમ્યાન શારીરિક ઘાત નું સૂચન કરે છે. પરંતુ આવી તૂટક રેખા જો બીજા હાથની જીવનરેખામાં ન હોય તો શારીરિક ધાત માંથી જાતકનો અદ્ભૂત બચાવ થાય છે.
જીવન રેખા જેભાગમાં  ફિકી પડતી હોય તો તે જાતકની ઉંમરની જેને અવધી દરમ્યાન શારીરિક સ્થિતિ ક્ષીણ સૂચવે છે. જીવન રેખાના જે ભાગ ઉપર કાળા ટકપા કે રેખાઓ  નો જે તે ભાગ કાળો હોય તો તે  ઉંમરે  જે તે ઉંમરે રોગીષ્ઠ અવસ્થા સૂચવે છે. જીવન રેખાના જે ભાગમાં જાંબલી ભાગ કે ટપકા શરીરમાં રોગવિકાર કે રક્ત વિકાળ સૂચવે છે.



શાસ્ત્રીય ઉપાયો :  
જીવન રેખામાં કોઈ અશુભ દોષો દેખાય ત્યારે પોતાના ઇષ્ટદેવ કે  દેવી ની ઉપાસના કરવી જોઈએ.
નિયમિત રોજ સૂર્યનારાયણને જળ અર્પણ કરવું જોઈએ નિયમિત દિવસના સૂર્યપ્રકાશમાં અડધો કલાક બેસવું જોઈએ
સૂર્યપ્રકાશમાં બેસી ગાયત્રી મંત્ર જાપ કે સૂર્ય મંત્ર જાપ કરવા જોઈએ
આવા ઉપાયો કરવાથી જીવન રેખાના અશુભ દોષો નાશ પામે છે અને સ્વસ્થ આરોગ્ય મળે છે .


(સાભાર- જ્યોતિષી ચેતન પટેલ)


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube