તમારા માટે નવું વર્ષ કેવું રહેશે? પહેલા દિવસે દેખાય આ શુભ વસ્તુઓ તો સમજો નસીબના દ્વાર ખુલ્લા!
New Year 2025 Prediction in Hindi: તમારા માટે નવું વર્ષ કેવું રહેશે, આ સવાલનો જવાબ કોઈ જણાવી શકતું નથી. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં 5 એવા સંકેતોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેનાથી તમે તમારા ભવિષ્યનું આકલન કરી શકો છો.
New Year 2025 Auspicious Sign: નવા વર્ષનું આગમન બસ થોડાક જ દિવસોમાં થનાર છે. ત્યારબાદ આખી દુનિયા વર્ષ 2025માં પ્રવશ કરી જશે. તમામ લોકોને આશા છે કે નવું વર્ષ તેમના માટે શુભ સાબિત થાય અને ઘણી બધી ખુશીઓ લઈને આવે. નવું વર્ષ તમારા માટે કેટલુ લકી રહેશે, એ તો કોઈ નિશ્ચિત રૂપથી જણાવી શકે તેમ નથી. તેમ છતાં ઘણા જ્યોતિષ સંકેત એવા હોય છે, જે તમને આવનાર વર્ષ વિશે ઈશારા કરે છે. આવો વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરીએ જોવા મળનાર એવા 5 સંકેતો વિશે જાણીએ.
પુજા-પાઠ અથવા તો હવન થતા જોવા
જો તમને ઘરમાંથી બહાર નીકળતી વખતે કોઈ મંદિરમાં પુજા પાઠ કે હવન થતાં નજરે પડે તો તમારા માટે શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ થાય છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને આવનાર સમયમાં તમારા પર તેમની કૃપા વરસનાર છે. તમે જે પણ કામ કરશો, તેમાં તમને સફળતા મળશે.
સફેદ ફૂલ કે હાથી દેખાય
જો તમને સવાર સવારમાં સફેદ ફૂલ યા હાથી દેખાય તો તેણે ખુશહાલીનો સંકેત માનવામાં આવે છે. કહેવાય છે કે માતા લક્ષ્મી તેમના મારફતે સંકેત આપી રહી હોય છે કે તે તમારા ઘરમાં વાસ કરવા માટે આવી રહી છે અને તમારા ભાગ્યના દ્વાર ખૂલવાનો સમય હવે આવી ગયો છે.
ઘર પર કોઈ પક્ષીના માળાને જોવું...
નવા વર્ષના પહેલા દિવસે જો તમને તમારા ઘર પર કોઈ પક્ષીનો માળો નજરે પડે તો એ ભગવાનનો એક સકારાત્મક સંકેત હોય છે. આ એ વાતનો ઈશારો હોય છે કે હવે તમારા સારા દિવસ આવવાના છે. એવામાં તે માળાને ઘરમાંથી હટાવવાના બદલે કોઈ સુરક્ષિત જગ્યા પર રાખી દેવો જોઈએ.
વર્ષનો પહેલા દિવસે આ ધ્વનિઓને સાંભળવી..
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, નવા વર્ષના પહેલા દિવસે જો તમારી આંખ મંદિરનો ઘંટ કે શંખ ધ્વનિની સાથે ખૂલે છે તો આ ખુબ જ શુભ સંકેત માનવામાં આવે છે. પક્ષીઓનો કિલકિલાટ પણ એવો મધુર અવાજ છે, જે નવા વર્ષનો શુભ સંદેશ લઈને આવે છે.
સપનામાં આ ચીજો દેખાય તો..
જો તમને 31 ડિસેમ્બરની રાત્રે સૂતા સમયે સપનામાં સોના-ચાંદી કે ધનનો ભંડાર જોવા મળે તો આ નવા વર્ષમાં સુખ સમૃદ્ધિ આવવાનો સંકેત માનવામાં આવે છે. આ એ વાતનો પણ ઈશારો હોય છે કે હવે તમે સિંગલથી ડબલ થઈ શકો છો અને તમને પસંદગીનો જીવનસાથી મળી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)