શીતળા માતાના આ મંદિરમાં બાધા રાખશો બોલતા-ચાલતા થઇ જશે બાળકો, આજે ભક્તો પુરી કરે છે માનતા
Satam Aatham 2023 : આ મંદિરમાં નાના બાળકોને બોલવામાં કે પછી ચાલવામાં કોઈ તકલીફ હોય તો શીતળા માતાજીની માનતા રાખવાથી બાળકની તે તકલીફ દુર થાય છે તેવું માનવામાં આવે છે.
Shitala Mata Temple : આજે શીતળા સાતમ નિમિતે મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બિરાજતા શીતળા માતાજીના મંદિરનું ખાસ મહત્વ ગણાય છે. બાળકોને માતાજીનાં દર્શન કરાવવા માટે માટે અનેક પરિવારો તેમને અહીં લઈને દર્શનાર્થીઓ આવે છે. ના માત્ર મોરબી, પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મહિલાઓ પોતાના સંતાનોની તંદુરસ્તી માટે અહી પ્રાર્થના કરવા આવે છે. તો મહિલાઓએ પોતાના બાળકો માટે માનેલી માનતાઓ પણ આજના દિવસે અહીં આવીને પૂરી કરે છે. ત્યારે બાળકો માટે મંદિરના પટાંગણના મેળો યોજાઈ છે, જેનો શીતળા માતાજીના મંદિરે આવતા ભક્તોને લાભ મળે છે.
વિદેશ જતાં પહેલાં વિચારી લેજો, આ 5 દેશમાંથી પરત ફરી રહ્યા છે NRI,આ રહ્યું કારણ
જલદી કરજો! 15000 સ્ટુડન્ટ અને 30 હજાર લોકોને વર્કિંગ વિઝા આપે છે આ દેશ, તક ચૂકતા નહી
શ્રાવણ મહિનો એટલે કે તહેવારનો મહિનો કહેવામાં આવે છે. આ દરમ્યાન આજે શીતળા સાતમ હોવાથી ગામો ગામ શીતળા માતાજીના મંદિરે લોકો પોતાના નાના બાળકોને લઈને દર્શન કરવા માટે જતા હોય છે. તેવી જ રીતે મોરબીમાં વર્ષો પહેલા મચ્છુ નદીના કાંઠે શીતળા માતાજી પ્રગટ થયા હતા. જેના બાદ મોરબીના લોકોએ તેમની સ્થાપના કરી હતી. આજે આ મંદિર આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. મોરબી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો અહીં દર શીતળા સાતમે આવે છે.
Asia Cup 2023 સુપર-4માં ભારત ક્યારે અને કઈ ટીમ સામે ટકરાશે, આ છે સંપૂર્ણ શિડ્યૂલ
આગામી 24 કલાકમાં ગુજરાત સહિત 10 રાજ્યોમાં ભૂક્કા બોલાવશે મેઘરાજા, એલર્ટ જાહેર
ખાસ કરીને નાના બાળકોને બોલવામાં કે પછી ચાલવામાં કોઈ તકલીફ હોય તો શીતળા માતાજીની માનતા રાખવાથી બાળકની તે તકલીફ દુર થાય છે તેવું અહીં માનવામાં આવે છે. તેમજ માતાજીના દર્શન કરવાથી ઓરી, અછબડા સહિતના રોગમાંથી પણ બાળકોને મુક્તિ મળે છે તેવુ પણ લોકો માને છે. તેથી માતાજીનાં દર્શન કરવા માટે મહિલાઓ બાળકોની સાથે આવે છે. સા શ્રીફળ, કુલેર સહિતની પ્રસાદી પણ લાવતા હોય છે. આટલું જ નહિ મંદિરના પટાંગણમાં બેસીને મહિલાઓ શીતળા માતાજીની વાર્તાનું શ્રવણ પણ કરે છે.
અહીં સમુદ્રમાં બનાવવામાં આવી રહ્યા છે આલીશાન ઘર, સપનામાં પણ વિચાર્યું નહી હોય
ISRO Salary: ISROમાં 10 પાસને કેટલો મળે છે પગાર, કેવી રીતે થાય છે પસંદગી?
શીતળા સાતમના દિવસે ગુજરાતના અનેક મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. શ્રાવણ વદ સાતમનું ગુજરાતી પંચાગમાં વિશેષ મહત્વ છે. આજે મહિલાઓ શીતળા માતાને ભાવથી ભોગ લગાવવા મંદિરે પહોંચે છે. રાંધણ છઠના દિવસે ઘરે બનાવેલા વિવિધ પકવાનોના માતાને ભોગ ધરવામાં આવી રહ્યાં છે. લાડુ, ઢેબરાં, થેપલા, શીરાનો મંદિરમાં માતાને ભોગ લગાવવામાં આવી રહ્યો છે. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભીડ છે. સાથે જ પોતાના સંતાનો અને ઘરના તમામ સભ્યોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે આ દિવસે પૂજન વિધિ ખાસ મહત્વ છે.
બપોરની ઉંઘ લેવાના આ છે ફાયદા-ગેરફાયદા, રાજકોટ એમ જ નથી કહેવાતું રંગીલું શહેર
રેલવેના આ 10 શેરોએ લોકોને બનાવી દીધા કરોડપતિ, 6 મહિનામાં 100% કરતા વધુ વળતર
પત્નીના નામે ખોલો આ ખાતું: દર મહિને મળશે ₹47,066 પેન્શન, એકસાથે મળશે 1,05,89,741 રૂ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube