Astro Tips: દાંપત્યજીવનને મધુર બનાવવું હોય તો સિંદુર, બંગડી અને બિંદી સંબંધિત આ વાતનું સૌભાગ્યવતી સ્ત્રીએ રાખવું ધ્યાન
Astro Tips: સોળ શૃંગારની વસ્તુઓ ધારણ કરતી વખતે સૌભાગ્યવતી સ્ત્રીએ કેટલીક વાતનું ધ્યાન પણ રાખવું જોઈએ. જો આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો સ્ત્રીનું વૈવાહિક જીવન સુખમય રહે છે. તો ચાલો તમને પણ જણાવીએ કે શૃંગાર કરતી વખતે સ્ત્રીએ કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ.
Astro Tips: સનાતન ધર્મમાં સૌભાગ્યવતી સ્ત્રી માટે સોળ શૃંગારનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જેને સૌભાગ્યની નિશાની ગણવામાં આવે છે. લગ્ન પછી સ્ત્રી સેંથામાં સિંદૂર પૂરે છે, પગમાં વિછીયા પહેરે છે, ગળામાં મંગળસૂત્ર પહેરે છે વગેરે. આ બધી જ વસ્તુ સૌભાગ્ય સાથે જોડાયેલી હોય છે. સોળ શૃંગારની વસ્તુઓ ધારણ કરતી વખતે સૌભાગ્યવતી સ્ત્રીએ કેટલીક વાતનું ધ્યાન પણ રાખવું જોઈએ. જો આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો સ્ત્રીનું વૈવાહિક જીવન સુખમય રહે છે. તો ચાલો તમને પણ જણાવીએ કે શૃંગાર કરતી વખતે સ્ત્રીએ કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ.
આ પણ વાંચો: ગુરુવારે કરેલા આ ઉપાય ચુંબકની જેમ ખેંચે છે રુપિયાને, તિજોરી રહેશે રુપિયાથી છલોછલ
સેથામાં સિંદૂર
હિન્દુ માન્યતા અનુસાર સૌભાગ્યવતી સ્ત્રી પોતાના સેથામાં જેટલું લાંબુ સિંદૂર પૂરે તેટલી તેના પતિની ઉંમર લાંબી થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીએ સેથામાં હંમેશા સિંદૂર પુરવું જોઈએ સાથે જ સેથો પણ સીધો જ રાખવો જોઈએ. વાંકોચૂકો રાખવો નહીં.
બંગડી અને ચાંદલો
સનાતન ધર્મમાં સૌભાગ્યવતી સ્ત્રી માટે લાલ બંગળી અને લાલ ચાંદલો ખૂબ જ શુભ ગણવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર સૌભાગ્યવતી મહિલાએ ક્યારેય કાળો ચાંદલો કરવો નહીં. આ સિવાય જો સ્ત્રી કાચની બંગડી પહેરે તો તે શુભ ગણાય છે. સૌભાગ્યવતી સ્ત્રીએ હાથમાં કાળી બંગડી પણ પહેરવી નહીં. સૌભાગ્યવતી સ્ત્રીએ મંગળવાર કે શનિવારના દિવસે બંગડીની ખરીદી કરવી નહીં.
આ પણ વાંચો: ધન, વૈભવ અને પ્રેમનો કારક શુક્ર 3 રાશિ પર મહેરબાન, 2024 માં આ રાશિઓ થશે માલામાલ
રાત્રે ન ઓળવા વાળ
સૌભાગ્યવતી સ્ત્રીએ ક્યારેય સૂર્યાસ્ત પછી પોતાના વાળમાં દાંતિયો ફેરવવો જોઈએ નહીં. સાથે જ રાત્રે વાળ ખુલ્લા રાખીને સૂવું નહીં. તેની પાછળનું કારણ છે કે સૂર્યાસ્ત પછી નેગેટિવ એનર્જીની અસર વધી જાય છે જો સ્ત્રી વાળ ખુલ્લા રાખે તો તેના પર નેગેટીવ ઉર્જા હાવી થઈ જાય છે.
આ પણ વાંચો: સપનામાં જોવા મળે આ વસ્તુ તો સમજી લેજો વેપારમાં થશે નફો અને નોકરીમાં મળશે પ્રમોશન
મંગળસૂત્ર
મંગળસૂત્ર સૌભાગ્યની નિશાની છે. આમ તો હવે અલગ અલગ પ્રકારના મંગળસૂત્ર મળે છે પરંતુ કાળા મોતીવાળું મંગળસૂત્ર સૌથી ઉત્તમ ગણાય છે. કાળા મોતી અને સોનાથી બનેલું મંગળસૂત્ર લગ્નજીવનને સુખી રાખે છે. સૌભાગ્યવતી સ્ત્રીએ એકવાર મંગળસૂત્ર પહેર્યા પછી તેને વારંવાર ઉતારવું જોઈએ નહીં.
આ પણ વાંચો: Shani Vakri 2024: નવા વર્ષમાં આ રાશિઓ માટે શનિ ભારે,અનેક કષ્ટ કરવા પડશે સહન
(Disclaimer: અહીં આપેલી માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)