Akshaya Tritiya 2024 પરખ અગ્રવાલ/અંબાજી : અંબાજી મંદિરમાં તારીખ 10 મે શુક્રવારના વૈશાખ સુદ અખાત્રીજથી મા અંબાની આરતીના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવનાર છે. સવાર સાંજ બે સમયે થતી આરતી હવે ત્રણ સમય કરવામાં આવશે. જેમા બપોરની આરતી વધારાની કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવું માનવામાં આવે છે કે હાલની કાળઝાળ ગરમીમાં માતાજીને દિવસ દરમ્યાન ત્રણ સમય કપડા અને શણગાર બદલાતા હોવાથી આરતી ત્રણ સમય કરવામાં આવશે. જે મંદિર સવારે 11.30 કલાકે બંધ થતું હતું તેના બદલે 10.45 કલાકે બંધ થશે. યાત્રિકો મંદિરમાં સવારે માતાજી બાલ્યા અવસ્થા, બપોરે યૌવન અવસ્થા અને સાંજે પૌઢ અવસ્થાના દર્શન થશે, તેમ મંદિરના ભટ્ટજી મહારાજ ભરતભાઈ પાધ્યા જણાવ્યુ હતું.


અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીનું પાકિસ્તાન કનેક્શન ખૂલ્યું, મોટો ખુલાસો


યાત્રાધામ અંબાજી ખાતે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થતા અંબાજી મંદિરમાં આવતા યાત્રિકોની સગવડતા ખાતર નિજ મંદિરના દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલું જ નહિ, અંબાજી મંદિરમાં તારીખ 10 મે શુક્રવારના વૈશાખ સુદ અખાત્રીજથી સવાર સાંજ બે સમયે થતી આરતી થતી, જે હવે ત્રણ સમય કરવામાં આવશે. જેમાં બપોરની આરતી વધારાની કરવામાં આવશે. માનવામાં આવે છે કે હાલની કાળઝાળ ગરમીમાં માતાજીને દિવસ દરમ્યાન ત્રણ સમય કપડા અને શણગાર બદલાતા હોવાથી આરતી ત્રણ સમય કરવામાં આવશે. જે મંદિર સવારે 11.30 કલાકે બંધ થતુ હતું, તેના બદલે 10.45 કલાકે બંધ થશે. યાત્રિકો મંદિરમાં સવારે માતાજી બાલ્યા અવસ્થા, બપોરે યૌવન અવસ્થા અને સાંજે પૌઢ અવસ્થાના દર્શન કરી શકશે. 


ધોરણ-10ના પરિણામ માટે બસ આટલા કલાકની રાહ, વેબસાઈટ અને વોટ્સએપ નંબર હાથવગો રાખજો


અંબાજી મંદિરમાં આરતી અને દર્શનનો સમય


  • સવારે આરતી 7.00 થી 7.30

  • સવારે દર્શન 7.30 થી 10.45

  • બપોરે આરતી 12.30 થી 1.00

  • બપોરે દર્શન 1.00 થી 4.30

  • સાંજે આરતી 7.00 થી 7.30 સુધી અને

  • સાંજે દર્શન 7.30 થી રાત્રી ના 9.00 સુધી ખુલ્લા રહેશે


જોકે અંબાજી મંદિરમાં આ દર્શન આરતીના સમયમાં ફેરફાર કરાતા તારીખ 10/05/2024 થી 06/07/2024 સુધી માતાજીના મંદિરમાં અન્નકુટ ધરાવી શકાશે નહી તેની ભાવિક ભક્તોએ ખાસ નોંધ લેવી તેવુ અંબાજી મંદિર તરફથી કહેવામાં આવ્યું છે. 


મે મહિનામાં ફરી વીજળીના કડાકા-ભડાકા સાથે આવશે વરસાદ : 10 જિલ્લામાં વરસાદની વરસાદ