Varuthini Ekadashi 2024: વર્ષ દરમિયાન 24 એકાદશી આવે છે. દરેક એકાદશીનું વિશેષ મહત્વ હોય છે. એકાદશીના દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. મનોકામના પૂર્તિ માટે આ દિવસે વ્રત પણ કરવામાં આવે છે. કહેવાય છે કે જે વ્યક્તિ એકાદશી કરે છે તેના જન્મો જન્મના પાપ દૂર થઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: શનિની પનોતી ચાલતી હોય તેણે કરવા આ અચૂક ઉપાય, સમસ્યાઓથી મળશે રાહત


શાસ્ત્રોમાં એકાદશીના વ્રતનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જો શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવામાં આવે તો મનોકામના પૂર્ણ થાય છે. આવી જ પવિત્ર અને ચમત્કારી વરુથિની એકાદશી 3 મે 2024 ના રોજ ઉજવાશે. 3 મે અને શુક્રવારે દુર્લભ ઈન્દ્ર યોગ પણ બની રહ્યો છે. આ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. 


એકાદશીનું શુભ મુહૂર્ત 


આ પણ વાંચો:  ગુરુવારે કરેલા ગોળના આ ઉપાયથી કાર્યમાં નડતી બાધા દુર થશે, કરિયરમાં ઝડપથી મળશે સફળતા


વરુથિની એકાદશી 3 મે એ રાત્રે 11 કલાક અને 24 મિનિટથી શરૂ થશે 4 મે ના રોજ રાત્રે 8 કલાક અને 38 મિનિટે સમાપ્ત થશે. ઉદયાતિથિ અનુસાર એકાદશી 3 મેના રોજ ઉજવાશે. 


આ પણ વાંચો: Astro Tips: સાંજે દીવો કરો તેમાં આ વસ્તુ ઉમેરી દો, ચુંબકની જેમ આકર્ષિત થશે ધન


જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે વરુથિની એકાદશીના દિવસે સવારે 11 અને 4 મિનિટ સુધી દુર્લભ યોગ બની રહ્યો છે. આ સિવાય એકાદશીની તિથિના રોજ રાત્રે 10 કલાક અને 7 મિનિટ સુધી પૂર્વાભાદ્રપદ નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરીને વ્રત કરવાથી અક્ષય પુણ્ય ફળ પ્રાપ્ત થશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)