Mandir Ghanti Niyam: હિન્દુ ધર્મમાં મંદિર સાથે જોડાયેલા અમુક વિશેષ નિયમ છે. જેમ કે જો કોઈ ભક્ત મંદિરમાં પ્રવેશ કરે છે તો તે સૌથી પહેલા પ્રવેશ દ્વાર પર ઘંટ વગાડે છે. આવું કર્યા પછી જ કોઈ પણ ભક્ત મંદિરના ગર્ભગૃહમાં જઈને ભગવાનના દર્શન કરે છે. પરંતુ ઘણી વખત મનમાં સવાલ ઉભો થાય છે કે આખરે મંદિરમાં પ્રવેશ કરતી વખતે અને બહાર નીકળતી વખતે ઘંટ વગાડવો શુભ છે કે અશુભ. એવામાં જાણીએ કે મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘટ વગાડવો શુભ છે કે અશુભ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંદિરમાં પ્રવેશ દરમિયાન ઘંટ વગાડવો ખુબ શુભ
શાસ્ત્રો અનુસાર, મંદિરમાં પ્રવેશ દરમિયાન ઘંટ વગાડવાથી દેવી દેવતા જાગી જાય છે. તેના સિવાય ઘંટની સકારાત્મક ઉર્જા મન મસ્તિષ્કમાં પ્રવેશ કરે છે. જ્યારે, અમુક ભક્તો મંદિરમાં પ્રવેશ કરતી વખતે તો ઘંટ વગાડે છે, સાથે બહાર નીકળતી વખતે પણ ઘંટ વગાડે છે. હિન્દુ ધર્મ શાસ્ત્રોનું માનીએ તો મંદિરમાં પ્રવેશ દરમિયાન ઘંટ વગાડવો ખુબ જ શુભ છે. તેનું વૈજ્ઞાનિક મહત્વ હોવાની સાથે સાથે ધાર્મિક માન્યતા પણ છે.


મંદિરમાંથી બહાર નીકળતી વખતે કેમ ના વગાડવો જોઈએ ઘંટ
શાસ્ત્રો અનુસાર, મંદિરમાં ભગવાનના દર્શન કર્યા બાદ પાછા નીકળતી વખતે ઘંટ વગાડવો જોઈએ નહીં. કહેવામાં આવે છે કે એવું કરવાથી ભગવાન નારાજ થઈ જાય છે. તેના સિવાય મંદિરમાં ભગવાનના દર્શન બાદ નીકળતી વખતે ઘંટ 


પ્રવેશ કરતી વખતે કેટલીવાર વગાડવો જોઈએ ઘંટ
મંદિરમાં પ્રવેશ કરતી વખતે ઘંટને સતત વગાડવો જોઈએ નહીં. મંદિરમાં પ્રવેશ કરતી વખતે સૌથી વધુ 3 વાર ઘંટ વગાડી શકાય છે. ઘંટ વગાડતી વખતે કોઈ દેવી દેવતાનો મંત્ર જરૂરથી બોલવો જોઈએ. 


ઘંટના અવાજથી નકારાત્મક ઉર્જા થાય છે નષ્ટ
માન્યતા છે કે જે સ્થાનો પર મંદિરનો ઘંટ વાગવાનો અવાજ નિયમિત રૂપથી આવે છે, ત્યાનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર રહે છે. સાથે જ ત્યાંની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે.


(Disclaimer:અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)