Astro Tips: સનાતન ધર્મમાં વ્રત અને તહેવારોનું અનેરૂ મહત્વ હોય છે. જોકે કોઈ પણ વ્રત કરો ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. ઘણા લોકો વ્રત તો કરે છે પરંતુ વ્રત દરમ્યાન કેટલીક ભૂલ કરી બેસે છે જેના કારણે તેમને વ્રતનું ફળ મળતું નથી અને ભગવાન પણ ક્રોધિત થાય છે. આજે તમને વ્રત સંબંધિત આવી જ એક મહત્વની જાણકારી આપીએ જેનાથી મોટાભાગના લોકો અજાણ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોઈપણ વ્રત કરો ત્યારે પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જેને લઈને મનમાં મૂંઝવણ પર રહે છે કે વ્રત દરમિયાન પતિ પત્નીએ સંબંધો બનાવવા કે નહીં. આ પ્રશ્નનો જવાબ આજે તમને જણાવીએ. ધાર્મિક માન્યતા અનુસાર શારીરિક સંબંધોને લઈને કેટલીક વિશેષ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. 


આ પણ વાંચો:


ગણેશ ચતુર્થી પર કરી લો અચૂક ટોટકા, પ્રસન્ન થશે બાપ્પા અને વરસાવશે આશીર્વાદ


ધનથી ભરેલી રહેશે તિજોરી, સમસ્યાઓ થશે દુર, મંગળવારે કરી લો લવિંગ-લીંબુનો આ ઉપાય


દરેક મનોકામના પૂર્ણ કરશે તુલસીના 11 પાનનો આ ઉપાય, અજમાવીને કરી લો અનુભવ


શાસ્ત્ર અનુસાર કોઈપણ વ્રત કે તહેવાર હોય ત્યારે પતિ પત્નીએ એકબીજા સાથે શારીરિક સંબંધ બનાવવા જોઈએ નહીં. એટલું જ નહીં આ બાબતોના વિચાર પણ મનમાં આવવા જોઈએ નહીં. એવી માન્યતા છે કે જે મહિલા વ્રત દરમિયાન શારીરિક સંબંધ રાખે છે તેનું શરીર અપવિત્ર થઈ જાય છે અને વ્રતનું ફળ મળતું નથી. તેથી જ વ્રત કરતી વખતે સંપૂર્ણ શુદ્ધતાનું ધ્યાન રાખવું જરૂરી છે.


આ વાત તો થઈ ધાર્મિક માન્યતાની પરંતુ વૈજ્ઞાનિક કારણ અનુસાર પણ વ્રત દરમ્યાન શારીરિક સંબંધ ન રાખવા જોઈએ. વ્રત દરમ્યાન શરીર નબળું હોય છે. આ દરમિયાન શારીરિક સંબંધ રાખવાથી શરીર વધારે નબળું થઈ જાય છે જેના કારણે બીમારી પણ આવી શકે છે. તેથી વ્રત કર્યું હોય ત્યારે શારીરિક સંબંધો ન રાખવા.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)