Mandir Mystery: દેશના આ મંદિરમાં સતત વધી રહ્યો છે `નંદી`ની મૂર્તિનો આકાર! આ રહસ્ય સમજવામાં વૈજ્ઞાનિકો ફેલ
Temple Mystery in Hindi: ભારતમાં લાખો મંદિર છે, જ્યાં લોકો દરરોજ શ્રદ્ધાભાવથી પોતાનું શીશ ભગવાનની આગળ નમાવે છે. આજે અમે તમને એક એવા રહસ્યમયી શિવ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છે, જ્યાં નંદી મહારાજની મૂર્તિનો આકાર સતત વધી રહ્યો છે.
Yagyanti Uma Maheshwar Temple Mystery: ભારતને મંદિરોનો દેશ કહેવામાં આવે છે. એટલું જ નહીં, આ દેશની 80 ટકા વસ્તી સનાતન ધર્મનું પાલન કરે છે. એટલા માટે ભારતના ખૂણેખૂણામાં મંદિરોની સંખ્યા હોવી સ્વાભાવિક છે. દેશમાં સેકડો એવા પ્રાચીન મંદિર પણ છે, જેમના વિશે જાણીને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તેમાંથી ઘણા મંદિર અનેક રહસ્યોથી ભરેલા છે, જેના ચમત્કારોને આજ દિન સુધી કોઈ ઉકેલી શક્યું નથી. આજે અમે તમને ભારતના એક એવા અનોખા શિવ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છે, જ્યાં નંદી મહારાજની પ્રતિમાનો આકાર સતત વધી રહ્યો છે. આવું કેમ થઈ રહ્યું છે, આ વાત આજે પણ રહસ્યમય બનેલી છે.
ક્યા છે આ અનોખું મંદિર?
જાણકારોના મતે, ભગવાન શિવ સાથે જોડાયેલું આ અનોખું મંદિર હૈદરાબાદથી લગભગ 300 કિમી દૂર આંધ્રપ્રદેળના કુરનૂલમાં બનેલું છે. આ મંદિરનું નામ શ્રી યાંગતી ઉમા મહેશ્વર મંદિર છે. કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ 15મી સદીમાં વિજયનગર સામ્રાજ્યના સંગમ વંશના રાજા હરિહર બુક્કા રાયે કરાવ્યું હતું. આ મંદિરના નિર્માણમાં વૈષ્ણવ પરંપરાની છાપ સ્પષ્ટ નજરે આવે છે. એટલું જ નહીં, મંદિર પર વિજયનગર, ચાલુક્ય, ચોલ અને પલ્લવ શાસકોની પરંપરાઓ પણ દેખાય છે.
શ્રી યાંગતી મંદિરનો ઈતિહાસ
માન્યતા અનુસાર, આ શિવ મંદિરની સ્થાપના ઋષિ અગસ્ત્ય એ કરી હતી. તે આ સ્થાન પર ભગવાન વેંકટેશ્વરનું મંદિર બનાવવવા માંગતા હતા, પરંતુ નિર્માણ દરમિયાન મૂર્તિનો અંગૂઠો તૂટી ગયો. જેના કારણે અગસ્ત્ય ઋષિ ખુબ દુ:ખી થયા. ત્યારબાદ તેમણે ભોલેનાથની પુજા અર્ચના કરી. તેમની ભક્તિથી ભગવાન શિવે પ્રકટ થઈને તેમણે દર્શન આપ્યા. સાથે એવું પણ કહ્યું કે આ સ્થાન કૈલાશની જેમ દેખાય છે, એટલા માટે અહીં તેમનું મંદિર જ બનાવવું યોગ્ય રહેશે.
મંદિરમાં કેમ નજરે પડતા નથી કાગડા?
આ મંદિરમાં તમને કાગડા નજરે નહીં પડે. કહેવાય છે કે જ્યારે ઋષિ અગસ્ત્ય તપસ્યા કરી રહ્યા હતા, ત્યારે કાગડા કાં કાં કરીને હેરાન પરેશાન કરી દીધા હતા. જેના કારણે નારાજ થઈને અગસ્ત્ય મુનિએ તેમણે શાપ આપ્યો હતો કે તે હવે ક્યારેય પણ આ સ્થાન પર નહીં આવી શકે અને તેમણે જો આવવાનો પ્રયાસ કરશે તો મોતને ભેટશે. ત્યારબાદ કાગડા આ મંદિરની આસપાસ પણ નજરે પડ્યા નહીં.
વધતી જઈ રહી છે નંદીની મૂર્તિ
આ મંદિરનું સૌથી મોટું આશ્ચર્ય ત્યાં સ્થાપિત નંદીજીની મૂર્તિ છે. કહેવાય છે કે પથ્થરથી બનેલી આ પ્રતિમાનો આકાર દર 20 વર્ષે એક ઈંચ વધતો જઈ રહ્યો છે. જેના કારણે ત્યાં લાગેલા આધારસ્તંભને એક એક કરીને હટાવવા પડી રહ્યા છે. માન્યતા એવી પણ છે કે કલયુગના અંતમાં નંદી પોતાની લાંબી ઉંઘમાંથી જાગીને વિરાટ રૂપમાં આવી જશે અને તેની સાથે જ ધરતી પર પ્રલય આવી જશે, જેમાં તમામ લોકો માર્યા જશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)