ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદમાં કુમકુમ મંદિર ખાતે જલઝીલણી એકાદશીની ઉજવણી કરવામાં આવી છે. સાધુ પ્રેમવત્સલદાસજી મહારાજ જણાવે છે કે જલઝીલણી એકાદશીના દિવસે ભગવાનને જળવિહાર કરાવવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે 35 રૂપિયામાં પહોંચો ગાંધીનગર! નહીં ટ્રાફિકની ઝંઝટ કે નહીં કોઈ મગજમારી, જાણો વિગત


તારીખ ૧૪-૯-૨૦ર૪ ને શનિવારના રોજ જલઝીલણી એકાદશી હોવાથી સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ - મંદિર કુમકુમ - મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યા હતા અને આ પ્રસંગે વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાટીકા અને જીવનપ્રાણ બાપાશ્રીની વાતોનું પઠન કરવામાં આવ્યું હતું.


જીવતા નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણીઓ પડી સાચી! એથોસ સલોમનો દાવો હજુ વધુ જોખમો


કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ ભાદરવા સુદ એકાદશીને જલઝીલણી એકાદશી કહેવાય છે, આ દિવસે ભગવાન પડખું ફેરવે છે એટલે પાર્શ્વવર્તની એકાદશી પણ કહેવામાં આવે છે. આ એકાદશીએ ભગવાનને જળવિહાર પણ કરાવવામાં આવે છે.


અમદાવાદના પોશ વિસ્તારમાં માત્ર 6 લાખમાં 1.5 BHK, મોંઘાદાટ ફ્લેટોને આંટી મારે તેવા ઘર


આ એકાદશી કરવાથી માણસ માત્રના ગમે તેવા પાપ નાશ પામી જાય છે. આ એકાદશી નકોરડો ઉપવાસ કરવામાં આવે છે. દરેક એકાદશી કરવાની આજ્ઞા શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી અને વચનામૃત ગ્રંથમાં કરેલી છે. તેથી આપણે અવશ્ય એકાદશી કરવી જ જોઈએ.


VIDEO: છોકરીએ કાકાની ઉંમરના પુરુષને બતાવ્યો 'પતિ' ! અરે તને કોઈ ના મળ્યું..


એકાદશીએ ઉપવાસ કરવો જોઈએ, ઉપવાસ ના થાય તો ફલાહાર કરવું જોઈએ, પરંતુ એકાદશીના દિવસે અનાજ તો ખાવું જ ના જોઈએ. એકાદશી કરવાથી અનેક બ્રાહ્મણો અને સંતોને જમાડવાનું ફળ પ્રાપ્ત થાય છે તેવો એકાદશી વ્રતનો મહિમા છે.