Benefits Of Jamunia Gemstone: રત્ન શાસ્રમાં જાબુંડિયા રત્નનું ખૂબ મહત્વ છે. તેને શનિ ગ્રહનો રત્ન કહેવામાં આવે છે. તેને પહેરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. આ રત્નને ધારણ કરવાથી વ્યક્તિ પોતાના કાર્ય પ્રત્યે વધુ સમર્પિત થઇ જાય છે.  જ્યોતિષ શાસ્ત્રમાં રત્નોનું વિશેષ મહત્વ છે. દરેક રત્ન કોઇને કોઇ ગ્રહ સથે સંબંધિત હોય છે. એવામાં નબળા ગ્રહને મજબૂત કરવા માટે સંબંધિત રત્નને પહેરવાની સલાહ આપવામાં આવે છે. જો કોઇ રત્ન કોઇ માણસને શૂટ કરી જાય તો તેની જીંદગી બદલાઇ જાય છે. આજે એક એવા રત્ન વિશે જણાવીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


નવરાત્રી દરમિયાન ઘરમાં સ્થાપિત કરો શ્રી યંત્ર, થશે અઢળક લાભ જો આ વાતનું રાખશો ધ્યાન


શનિદોષ દૂર કરવા માટે 6 એપ્રિલનો દિવસ છે ખાસ, અત્યારથી કરી લો તૈયારી આ કામ કરવાની


અત્યંત ચમત્કારી છે ગરુડ પુરાણના આ મંત્ર, રોજ કરશો જાપ તો આર્થિક તંગી થશે દૂર


- જાંબુડિયા રત્નને ધારણ કરવાથી વેપારમાં થઇ રહેલા નુકસાનથી રાહત મળે છે અને નોકરી તથા કેરિયરમાં આવી રહેલી અડચણો દૂર થઇ જાય છે. તેનાથી ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. 


- આ રત્નને પહેરવાથી ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર થઇ જાય છે. આ રત્નને ધારણ કરવા માટે શનિવારનો દિવસ એકદમ શુભ ગણવામાં આવે છે. આ રત્ન ચમકીલા વાદળી રંગનો હોય છે. આ જોવામાં બિલકુલ નીલમ રત્ન જેવો લાગે છે. 


- નીલમની માફક દેખાતો અને શનિ દોષમાં ફાયદો કરતો હોવા છતાં આ રત્ન નિલમ કરતાં સસ્તો હોય છે. એવામાં લોકો તેને સરળતાથી ધારણ કરી શકે છે. તેને શનિવારના દિવસે ચાંદીના લોકેટ અથવા વીટીંમાં ધારણ કરવો જોઇએ. 


- આ રત્નને ધારણ કરતાં પહેલાં તેને સરસિયાના તેલમાં પલાળીને રાખો અને ત્યારબાદ ગંગાજળથી શુદ્ધ કરી શનિ મંત્રનો 108 વાર જાપ કરવો જોઇએ. તેને હંમેશા જમણા હાથની વચલી આંગળીમાં ધારણ કરવો જોઇએ. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)