જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહોના રાશિ પરિવર્તનની દરેક જાતકો પર શુભ-અશુભ અસર પડે છે. આવનારા મહિનો એટલે કે જુલાઈમાં મંગળ, બુધ, સૂર્ય અને શુક્ર ચાલ બદલવા જઈ રહ્યાં છે. મંગળ, બુધ, સૂર્ય, અને શુક્રના ગોચરથી કેટલાક જાતકોને શુભ તો કેટલાકને અશુભ ફળની પ્રાપ્તિ થશે. આવો જુલાઈ મહિનો કયા જાતકો માટે શુભફળ લઈને આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિઃ મનમાં શાંતિ તથા પ્રસન્નતા રહેશે. આત્મવિશ્વાસ સારો રહેશે. કારોબારમાં વિસ્તાર માટે રોકાણ થઈ શકે છે. વાતચીતમાં ધ્યાન રાખો. કારોબારમાં ભાગદોડ વધુ રહેશે. 


વૃષભ રાશિઃ વાણીમાં સૌમ્યતા રહેશે. આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. પરંતુ અતી ઉત્સાહી થવાથી બચો. ધૈર્યશીલતા બનાવી રાખવાનો પ્રયાસ કરો. ખોટા વાદ-વિવાદથી બચો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. 


મિથુન રાશિઃ મન અશાંત રહેશે. આત્મસંયમ રાખો. ખોટા વાદ વિવાદથી બચો. માતા-પિતાનું સાનિધ્ય મળી શકે છે. ઘર-પરિવારમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે. નોકરીમાં પરિવર્તનનો યોગ બની રહ્યો છે. 


આ પણ વાંચોઃ 4 જુલાઈથી આ લોકોનો થશે ભાગ્યોદય, શ્રાવણમાં પાણીની જેમ થશે પૈસાનો વરસાદ, ભરાશે તિજોરી


કર્ક રાશિઃ મનમાં નિરાશા તથા અસંતોષ થઈ શકે છે. ધૈર્યશીલતામાં કમી થઈ શકે છે. શાંત રહો. પરિવારની સાથે કોઈ ધાર્મિક સ્થળે જઈ શકો છો. ખર્ચમાં વધારો થશે. પિતાનો સહયોગ મળી શકે છે. 


સિંહ રાશિઃ મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસમાં વધારો થશે, પરંતુ સંયમ રાખો. ખોટા ક્રોધથી બચો. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ભાગદોડ રહેશે. 


કન્યા રાશિઃ આત્મવિશ્વાસ વધુ રહેશે. પરંતુ મનમાં નકારાત્મક વિચારોથી બચો. વાણીના પ્રભાવમાં વધારો થશે. કોઈ મિત્રના સહયોગથી કારોબારની તક મળી શકે છે. સંતાન સુખમાં વધારો થશે. 


તુલા રાશિઃ મનમાં શાંતિ તથા પ્રસન્નતા રહેશે. લખવા-વાંચવામાં રૂચિ વધશે. શૈક્ષણિક કાર્યોમાં સુખદ પરિણામ મળશે. માન-સન્માન પ્રાપ્ત થશે. શાસન-સત્તાનો સહયોગ મળશે. આવકમાં વધારો થશે. 


વૃશ્ચિક રાશિઃ વાણીમાં સૌમ્યતા રહેશે. આત્મવિશ્વાસ સારો રહેશે, પરંતુ સંયમ રાખો. ધૈર્યશીલતા બનાવી રાખવાનો પ્રયાસ કરો. કારોબારની સ્થિતિ સંતોષજનક રહેશે. યાત્રા પર જઈ શકો છો. 


આ પણ વાંચોઃ આજથી શુભ કામો પર લાગી જશે બ્રેક, જાણો નવેમ્બર-ડીસેમ્બરમાં લગ્ન-ગૃહપ્રવેશના મુહૂર્ત


ધન રાશિઃ મન પરેશાન રહેશે. આત્મવિશ્વાસની કમી રહેશે. આત્મસંય રાખો. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. શૈક્ષણિક કાર્યોમાં વ્યસ્તતા વધશે. 


મકર રાશિઃ આશા-નિરાશાનો ભાવ મનમાં થઈ શકે છે. નોકરીમાં કાર્યક્ષેત્રમાં પરિવર્તનની સંભાવના બની રહી છે. પરિશ્ચમ વધુ રહેશે. કલા કે સંગીત પ્રત્યે રૂચિ વધી શકે છે. યાત્રા લાભકારક રહેશે.


કુંભ રાશિઃ મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ સારો રહેશે. પારિવારિક જીવન સુખમય રહેશે. કારોબારમાં નફો વધશે. પરંતુ ભાગદોડ વધુ રહેશે. વાહન સુખમાં વધારો થઈ શકે છે. 


મીન રાશિઃ મન અશાંત રહેશે. ખોટા ગુસ્સા અને વાદ-વિવાદથી દૂર રહો. માતા-પિતાનો સાથ મળશે. પરિસારમાં સુખ-શાંતિ રહેશે. શૈક્ષણિક કાર્યોમાં સુધાર થશે, પરંતુ સાવચેત રહો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube