Shani Vakri 2023: 17 જૂને વક્રી શનિ બનાવશે ધન અને શશ રાજયોગ, આ ત્રણ જાતકો રૂપિયા ગણતા થઈ જશે
Shani Vakri 2023: જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. ગ્રહોના ન્યાયાધીશ પોતાની ચાલમાં પરિવર્તન કરવા જઈ રહ્યાં છે. જાણો શનિ વક્રીથી કોને લાભ મળશે.
નવી દિલ્હીઃ Saturn Retrograde 2023: શનિ 17 જૂન 2023ના રાત્રે 10 કલાક 48 મિનિટ પર કુંભ રાશિમાં વક્રી ગતિ કરવા જઈ રહ્યાં છે. જ્યોતિષાચાર્યો અનુસાર શનિની આ વક્રી ગતિને પરિણામસ્વરૂપ ઘણા રાજયોગ એટલે કે ધન રાજયોગ અને શશ રાજયોગનું નિર્માણ થશે. શનિની વક્રી ચાલથી બનનારા આ યોગોથી કેટલીક રાશિના જાતકોને મોટો લાભ થશે. જાણો શું આ લિસ્ટમાં તમારી રાશિ સામેલ છે.
મિથુન રાશિઃ જ્યોતિષ અનુસાર શનિ 17 જૂન 2023ના મિથુન રાશિના નવમાં ભાવમાં વક્રી થઈને ધન રાજયોગ અને શશ રાજયોગ બનાવશે. તેના પ્રભાથી મિથુન રાશિના જાતકો જે નોકરી કરી રહ્યાં છે, તેને પગાર વધારો અને પ્રમોશન મળી શકે છે. સાથે વેપારીઓની આવકમાં વધારો જોવા મળશે અને તેને વેપારમાં ધન પ્રાપ્તિ થઈ શકે છે. જેનાથી તે વેપારનો વિસ્તાર કરવામાં સક્ષમ થશે.
સિંહ રાશિઃ સિંહ રાશિના જાતકોના સાતમાં ભાવમાં શનિ વક્રી ચાલ ચાલશે. તેના ફળ સ્વરૂપે સિંહ રાશિમાં ધન રાજયોગ અને શશ રાજ યોગ બની રહ્યો છે. જેનાથી આ જાતકોને દરેક ક્ષેત્રમાં ધન પ્રાપ્તિ થઈ રહી છે. નોકરી અને ધંધો કરતા લોકોને લાભ અને સફળતા મળશે. અચાનક ધન પ્રોત્સાહન મળવાથી તેની આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. તે પોતાના વ્યક્તિત્વ અને સંપૂર્ણ રૂપ-રંગમાં નવી ચમક અને અપીલને કારણે પહેલા કરતા વધુ આત્મવિશ્વાસ અનુભવ કરશે.
આ પણ વાંચોઃ યોગિની એકાદશી પર બની રહ્યાં છે બે શુભ યોગ, ભગવાન વિષ્ણુ કરશે દરેક ઈચ્છા પૂરી
મકર રાશિઃ જ્યોતિષ અનુસાર મકર રાશિમાં શનિ વક્રી થવાથી મકર રાશિને લાભ થશે કારણ કે મકર રાશિના જાતકોના સમૃદ્ધિ ભાવમાં શનિ વક્રી થશે. તેના કારણે શશ રાજયોગ અને ધન રાજયોગ બનશે અને મકર રાશિના જાતકોને લાભ પ્રાપ્ત થઈ શકે છે. તેને પ્રોફેશનલ કરિયરમાં લાભ થશે અને તેના પગારમાં વધારો થઈ શકે છે.
(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube