Guru Chandal Yog: કુંડળીમાં સર્જાતા કેટલાક યોગ વ્યક્તિને જીવનભર અસર કરે છે. ઘણીવખત બે શક્તિશાળી ગ્રહોની એવી યુતી સર્જાય છે કે તેના કારણે વિનાશકારી યોગ પણ બનતા હોય છે. આવા ગ્રહોની યુતિના કારણે સર્જાતા યોગમાં સૌથી મહત્વપૂર્ણ હોય છે ગુરુ ચાંડાલ યોગ. જો કુંડળીમાં ગુરુ અને રાહુ એકસાથે હોય તો ગુરુ ચાંડાલ યોગનું નિર્માણ થાય છે. રાહુના સંપર્કમાં આવવાથી દેવગુરુ બૃહસ્પતિ સકારાત્મક હોવા છતાં દૂષિત થઈ જાય છે. રાહુના સંપર્કમાં આવવાથી ગુરુ પણ ચાંડાલ પ્રવૃત્તિના થઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Dhanlabh Upay: આ છે અટકેલું ધન પ્રાપ્ત કરવાના અને કરજથી મુક્ત થવાના ચમત્કારી ઉપાય


કેટલા સમય સુધી રહે છે આ યોગની અસર ? 


ગુરુ ચંડાલ યોગ એક વર્ષ સુધી બને છે. એક વર્ષ દરમિયાન તેનો પ્રભાવ સૌથી વધુ જોવા મળે છે. જ્યારે ગુરુ અને રાહુ એકબીજાની સૌથી નજીક હોય છે તો આ યોગ પણ વધારે પ્રભાવશાળી બની જાય છે.


કેવું હોય છે આ યોગમાં જન્મેલા લોકોનું જીવન?


જે વ્યક્તિનો જન્મ ગુરુ ચાંડાલ યોગમાં થાય છે તે વ્યક્તિ ધર્મમાં ઓછો વિશ્વાસ રાખે છે. ધાર્મિક અને આસ્થા સંબંધિત બાબતોમાં આ લોકો તર્ક વિતર્ક કરે છે. આવા લોકોના સ્વભાવમાં અને વ્યવહારમાં નાસ્તિકતા વધારે હોય છે. આ યોગમાં જન્મેલા લોકોમાં નશો કરવાની ખરાબ આદત વધારે હોય છે. તેમનામાં જ્ઞાનનો અભાવ હોય છે અને તેઓ ખોટી સંગતમાં ઝડપથી ફસાઈ જાય છે. 


આ પણ વાંચો: મંગળ-રાહુની યુતિથી સર્જાશે મહાભયંકર અંગારક યોગ, 31 મે સુધી સંભાળીને રહે આ 3 રાશિઓ


આવા લોકો સારા અને ખરાબ વચ્ચે અંતર સમજી શકતા નથી અને તેના કારણે ખરાબ કામ કરવામાં સંકોચ અનુભવતા નથી. ઉલટાનું તે ખોટા કામને સમર્થન આપે છે. આ યોગમાં જન્મેલા લોકો નીતિ અને નિયમને એક તરફ રાખી પોતાના દરેક કામ પુરા કરવામાં જ માને છે. આ લોકોને વૈવાહિક સુખ અને સંતાન સુખ પણ ઓછું મળે છે. તેમને હંમેશા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ રહે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)