નવી દિલ્હીઃ વૈદિક જ્યોતિષમાં ગુરૂ ગ્રહને ધન, સુખ, સૌભાગ્ય, સંતાન, આધ્યાત્મ અને દાન-પુણ્યના કારક ગ્રહ માનવામાં આવ્યા છે. માન્યતા છે કે કુંડળીમાં ગુરૂ ગ્રહની સ્થિતિ શુભ થવા પર જાતકને સમાજમાં માન-સન્માન મળે છે. કરિયરમાં મોટી સફળતા મળે છે અને લગ્ન જીવનમાં ખુશીઓ રહે છે. દૃક પંચાગ અનુસાર ગુરૂ ગ્રહ 1 મેથી વૃષભ રાશિમાં બિરાજમાન છે અને હવે આગામી વર્ષે રાશિ પરિવર્તન કરશે, પરંતુ નક્ષત્ર પરિવર્તન કરતા રહેશે. ગુરૂ ગ્રહ 20 ઓગસ્ટે સાંજે 5 કલાક 22 મિનિટ પર રોહિણી નક્ષત્રથી નિકળી મૃગશિરા નક્ષત્રમાં પ્રવેસ કરસે. ગુરૂ ગ્રહ આશરે 3 મહિના સુધી મૃગશિરા નક્ષત્રમાં બિરાજમાન રહેશે. જેનાથી કેટલાક જાતકોને લાભ મળશે. આવો જાણીએ ગુરૂ ગોચરથી કયા જાતકોનું ભાગ્ય ચમકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
ગુરૂનું ગોચર લાભકારી સાબિત થશે.
આ દરમિયાન જીવનમાં ઘણા મોટા ફેરફાર થશે.
લાંબા સમયથી ચાલતી મુશ્કેલીઓ દૂર થશે.
લગ્ન જીવનમાં ખુશીઓ આવશે.
સમાજમાં પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે.
નોકરી-કારોબારમાં મોટી સફળતા મળશે.
આ સમયમાં તમારા દરેક કાર્યો સફળ થશે.


વૃષભ રાશિ
ગુરૂનું નક્ષત્ર ગોચર તમારા જીવનમાં ખુશીઓ લાવશે.
આવકના નવા સ્ત્રોતથી ધનલાભ થશે.
આર્થિક સ્થિતિમાં સુધાર આવશે.
વ્યાપારિક સ્થિતિ મજબૂત થશે.
નોકરી-કારોબારમાં પ્રગતિ થશે.
જીવનમાં જે ઈચ્છશો તેની પ્રાપ્તિ થશે.
કરિયરમાં ઈચ્છિત પરિણામ મળશે.


કન્યા રાશિ
ગુરૂ ગોચર કરિયરમાં શુભ ફળ આપશે.
સમાજમાં ખુબ માન-સન્માન મળશે.
કરિયરમાં નવી સિદ્ધિઓ મળશે.
આ દરમિયાન તમે સફળતાના શિખરો સર કરશો.
લગ્ન જીવનમાં ખુશીનું આગમન થશે. ધંધામાં જોરદાર લાભ મળશે.
વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે.


ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.