Guru Gochar: 1 મે 2024 ના રોજ વર્ષનું સૌથી મોટું ગોચર થયું છે. પંચાંગ અનુસાર 1 મે ના રોજ ગુરુ ગ્રહે વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. મેષ રાશિમાંથી નીકળી ગુરુ ગ્રહે વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો તે વર્ષની સૌથી મોટી જ્યોતિષીય ઘટના છે. આ ગોચરની અસર 12 રાશિઓ પર પડશે. ગુરુ ગ્રહના રાશિ પરિવર્તનથી મેષ થી મીન સુધીની રાશિઓ પર અસર થશે. જો કે 4 રાશિઓ એવી છે જેને આગામી 1 વર્ષ સુધી સતત લાભ જ લાભ થતો રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Lucky Zodiac Signs: ભગવાન કુબેરને પ્રિય હોય છે આ 3 રાશિઓ, જીવનભર રમે લાખો-કરોડોમાં


ગુરુ ગ્રહ એક વર્ષ સુધી વૃષભ રાશિમાં ગોચર કરશે. આ રાશિ પરિવર્તન પછી 12 જૂને ગુરુ ગ્રહ રોહિણી નક્ષત્રમાં ગોચર કરશે. ત્યારબાદ 9 ઓક્ટોબરથી ગુરુ વક્રી થશે અને 4 ફેબ્રુઆરી 2025 થી ફરીથી માર્ગી થશે. અને અંતે 14 મે 2025 ના રોજ ગુરુ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ત્યાં સુધી આ 4 રાશિના લોકો પર ગુરુ કૃપા રહેશે. 


ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન


આ પણ વાંચો: કઈ રાશિઓને ફળશે મે મહિનો અને કઈ રાશિએ રહેવું સાવધાન જાણવા વાંચો માસિક રાશિફળ


મેષ રાશિ


મેષ રાશિમાંથી નીકળી ગુરુ ગ્રહ વૃષભમાં પ્રવેશ કરશે. પરંતુ મેષ રાશિના લોકોને ગુરુ આ સમય દરમિયાન મોટો લાભ કરાવશે. આ રાશિના લોકોને કાર્યોમાં સફળતા મળશે અને મોટો ધન લાભ પણ થશે. ધન પ્રાપ્તિના નવા રસ્તા ખુલશે. 


કર્ક રાશિ


ગુરુનું રાશિ પરિવર્તન કર્ક રાશિના લોકો માટે લાભદાયી રહેશે. ગુરુ ગ્રહની કૃપાથી આગામી 1 વર્ષ કર્ક રાશિના લોકોની આવકમાં વધારો થતો રહેશે. આવકના નવા સ્ત્રોત બનશે. દરેક ક્ષેત્રમાંથી સફળતા મળતી રહેશે. 


આ પણ વાંચો: જાણો ક્યારે ઉજવાશે શનિ જયંતિ ? શનિ જયંતિ પર કરેલા આ ઉપાયોથી શનિ દેવ થશે પ્રસન્ન


સિંહ રાશિ


દેવગુરુ બૃહસ્પતિનું ગોચર સિંહ રાશિના લોકો માટે લાભકારી છે. કારર્કિદીમાં મોટી સફળતા મળી શકે છે. જે કાર્ય હાથમાં લેશો તેમાં લાભ થશે. પ્રમોશન, ટ્રાંસફર મળી શકે છે. જે લાભની રાહ જોઈ રહ્યા હતા તે લાભ પ્રાપ્ત થશે. ધન લાભના પણ યોગ છે. 


કન્યા રાશિ


કન્યા રાશિના લોકોને ગુરુ શાનદાર સમય આપશે. આ રાશિના લોકોને દરેક ડગલે ભાગ્ય સાથ આપશે. બગડેલા કામ બનશે. અચાનક ક્યાંકથી ધન લાભ થશે. જો કે ખર્ચ પણ વધી શકે છે. આ 1 વર્ષ દરમિયાન ધન સંબંધિત સમસ્યા નહીં થાય. કરિયર માટે સૌથી સારો સમય.


આ પણ વાંચો: Chanakya Niti: આ 4 લોકોથી ધનના દેવી હંમેશા રહે છે દુર, આર્થિક સમસ્યાઓ નથી છોડતી પીછો


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)