Guru Gochar 2023: હોળી બાદ આ રાશિના જાતકોની ધન-સંપત્તિમાં થશે વધારો, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા
Jupiter Transit: 2023 ના શરૂ થતા જ ગ્રહોનું રાશિ પરિવર્તન પણ શરૂ થઈ ગયું છે. હોળી બાદ ગુરૂ પણ રાશિ પરિવર્તન કરશે. તે મેષ રાશિમાં પ્રવેશ કરશે. તેનાથી કેટલાક જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.
નવી દિલ્હીઃ Jupiter Transit in Aries, Guru Gochar Effect: વર્ષ 2023 શરૂ થતાં ઘણા ગ્રહોનું રાશિ પરિવર્તન પણ શરૂ થઈ ગયું છે. જ્યોતિષની દ્રષ્ટિમાં ગ્રહોનું રાશિ પરિવર્તન ખુબ મહત્વપૂર્ણ હોય છે. જ્યારે પણ કોઈ ગ્રહ એક રાશિમાંથી નિકળી બીજી રાશિમાં પ્રવેશ કરે છે તો તેને ગ્રહ ગોચર કહેવામાં આવે છે.
ગ્રહ ગોચરનો પ્રભાવ સમગ્ર માનવ જીવન પર જોવા મળે છે. ગ્રહોના રાશિ પરિવર્તનની કેટલીક રાશિઓ પર શુભ તો કેટલાક પર અશુભ પ્રભાવ પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં દેવગુરૂ બૃહસ્પતિને ખુબ શુભ ફળ આપનાર ગ્રહ માનવામાં આવ્યા છે. તેમને વૈભવ, ધન, સંપદાના કારક ગ્રહ માનવામાં આવ્યા છે.
પંચાંગ અનુસાર, હોળી 2023 પછી, દેવ ગુરુ ગુરુ ગ્રહ રાશિના ક્રમમાં રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. હોળી પછી એટલે કે 22 એપ્રિલ, 2023 ના રોજ, ગુરુ મીન રાશિ છોડીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. આ રીતે દેવગુરુ ગુરુ 12 વર્ષ પછી મેષ રાશિમાં સંક્રમણ કરશે, જેના કારણે 12 વર્ષ પછી મેષ રાશિમાં ગુરુ અને સૂર્યનો સંયોગ થવાનો છે. આ યુતિ ઘણી રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે.
આ પણ વાંચોઃ રાહુ ગોચરથી આ રાશિના જાતકોની બલ્લે-બલ્લે, થશે ધનલાભ, મળશે સારા સમાચાર
ગુરૂ ગોચર 2023નો આ રાશિઓને થશે વિશેષ લાભ
મેષ રાશિઃ દેવગુરૂ બૃહસ્પતિના રાશિ પરિવર્તનથી મેષ રાશિના જાતકોને શુભ ફળ પ્રાપ્ત થશે. કામકાજ સાથે જોડાયેલી કોઈ ખુશખબરી મળશે. નોકરીમાં પ્રમોશન થઈ શકે છે. સુખ સમૃદ્ધિમાં વધારો થશે.
સિંહ રાશિઃ દેવગુરૂ બૃહસ્પતિનું ગોચર તમને મહેનતનું ફળ અપાવશે. દરેક કામમાં સફળતા મળશે. કરિયરમાં લાભ થશે. વેપાર વધશે. તેનાથી નફામાં વધારો થશે. નોકરીમાં પ્રગતિ થઈ શકે છે. સંતાન પ્રાપ્તિનો પણ યોગ છે.
મીન રાશિઃ મેષ રાશિમાં ગુરૂ ગોચરની અવધિમાં અચાનકથી ધન લાભ થશે. નોકરીમાં સ્થિતિ સારી થશે. આ દરમિયાન કોઈ મોટી વ્યાપારિક ડીલ પાક્કી થશે.
આ પણ વાંચોઃ કુંડળીમાં આ રીતે બને છે પ્રેમ યોગ, ક્યારે મળે છે પ્રથમ નજરનો પ્રેમ? જાણો
મીનમાં ગુરૂની માર્ગી (Guru Margi Gochar 2023):
જાણકારી માટે જણાવી દઈએ કે દેવ ગુરૂ બૃહસ્પતિ 13 એપ્રિલ 2022ના મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો. મીન રાશિમાં તે માર્ગી અવસ્થા અર્થાત સીધી ચાલમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ 24 જુલાઈ 2022ના મીન રાશિમાં વક્રી થયા. ત્યારબાદ ગુરૂ ફરી મીન રાશિમાં 24 નવેમ્બર 2022ના માર્ગી થયા છે. તે 24 નવેમ્બર સવારે 4 કલાક 27 મિનિટથી મીન રાશિમાં સીધી ચાલ ચાલી રહ્યાં છે. ત્યારબાદ 22 એપ્રિલ 2023ના મેષ રાશિમાં પ્રવેશ કરવા પહેલા સુધી સંચરણ કરશે.
Disclaimer: આ માહિતી ધાર્મિક માન્યતાના આધારે છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે કોઈ જ્યોતિષની સલાહ લઈ શકો છો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube