નવી દિલ્હીઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દેવગુરૂ બૃહસ્પતિ શનિદેવ બાદ સૌથી ધીમી ગતિથી રાશિ પરિવર્તન કરે છે. આશરે 5 મહિના બાદ 1 મેએ બપોરે 1 કલાક 50 મિનિટ પર ગુરૂ ગ્રહે મેષ રાશિથી વૃષભ રાશિમાં પ્રવેશ કરી લીધો છે. આ રાશિમાં ગુરૂ 14 મે 2025 સુધી બિરાજમાન રહેશે. ગુરૂના વૃષભ રાશિમાં રહેવાથી આખું વર્ષ કુબેર યોગનું નિર્માણ થશે. કુંડળીમાં કુબેર યોગ બનવો ખુબ શુભ માનવામાં આવ્યો છે. આ યોગના પ્રભાવથી વ્યક્તિના સુખ-સૌભાગ્યમાં વધારો થાય છે. ધન-ધાન્યનો ભંડાર હંમેશા ભરેલો રહે છે. આ રાજયોગના નિર્માણથી જાતકનું ભાગ્ય ચમકી શકે છે. ધનસંપત્તિમાં વધારાનો યોગ બને છે. આવો જાણીએ કુબેર યોગથી કયાં જાતકોનું ભાગ્ય ચમકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે બને છે કુબેર યોગ?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં બીજા અને અગિયારમાં સ્થાનના સ્વામી પોતાની રાશિ કે ઉચ્ચ રાશિમાં હોય. બીજા કે અગિયારમાં સ્થાનના સ્વામિઓ વચ્ચે પરસ્પર યુતિ હોય, તો આ સ્થાનના સ્વામિઓ પર અન્ય ગ્રહોની સકારાત્મક દ્રષ્ટિ રહે છે અને તેનાથી કુબેર યોગનું નિર્માણ થાય છે.


મેષ રાશિ
વાણીમાં સૌમ્યતાનો પ્રભાવ રહેશે.
અચાનક ધનલાભનો યોગ બનશે.
આર્થિક સ્થિતિમાં સુધાર આવશે.
ભૌતિક સુખ-સુવિદામાં વધારો થશે.
કરિયરમાં પ્રગતિની નવી તક મળશે.


મિથુન રાશિ
માતા-પિતાનો સહયોગ મળશે.
કરિયરમાં ખુબ પ્રગતિ થશે.
સામાજિક પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે.
નવુ ઘર કે વાહનની ખરીદી સંભવ છે.
આર્થિક સ્થિતિ પહેલાથી સારી થશે.


આ પણ વાંચોઃ વર્ષ 2025 સુધી શનિ દેખાડશે પોતાનો કમાલ, આ જાતકોનો શરૂ થયો ગોલ્ડન ટાઈમ


કન્યા રાશિ
વિદેશ યાત્રાનો યોગ બનશે.
લાંબા સમયથી અટવાયેલા કામ સફળ થશે.
નવો બિઝનેસ શરૂ કરવા માટે શ્રેષ્ઠ સમય છે.
ઘરમાં માંગલિક કાર્યોનું આયોજન થશે.
સારા પેકેજની સાથે નવી નોકરીની ઓફર મળશે.


વૃશ્ચિક રાશિ
નોકરીમાં પ્રમોશન કે ઈન્ક્રીમેન્ટ થશે.
રોજગારીની નવી તક મળશે.
આવકના નવા સાધનોથી ધનલાભ થશે.
વ્યાવસાયિક સ્થિતિ મજબૂત થશે.
ધન-સંપત્તિમાં વધારાનો પ્રબળ યોગ બનશે.


ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય અને સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો.