Shukra Chadra Yuti 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ સમયાંતરે રાશિ પરિવર્તન કરે છે. ગ્રહોના રાશિ પરિવર્તનના કારણે શુભ અને અશુભ યોગ સર્જાતા હોય છે. બધા જ ગ્રહોમાં ચંદ્ર સૌથી ઓછા સમયમાં રાશિ પરિવર્તન કરે છે. 20 જૂનના રોજ ચંદ્રમાંનું કર્ક રાશિમાં ગોચર થયું છે. કર્ક રાશિમાં શુક્ર અને ચંદ્રની યુતિ સર્જાઈ છે જેના કારણે કલાત્મક યોગ સર્જાયો છે. કલાત્મક યોગ બધી જ રાશિના લોકોના જીવનમાં પ્રભાવ પાડશે. પરંતુ ત્રણ રાશિ એવી છે જેમના માટે આ યોગ ખૂબ જ લાભદાયી સાબિત થશે. આ ત્રણ રાશિના લોકોને ધનની બાબતમાં લાભ પ્રાપ્ત થશે અને દરેક કાર્ય સારી રીતે પૂર્ણ થશે. 
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્ર ચંદ્રની યુતિથી આ રાશિને થશે લાભ


આ પણ વાંચો:


જુલાઈ મહિનામાં દિવસ રાત રૂપિયા ગણવા રહેજો તૈયાર, આ 3 રાશિઓનું ચમકી જશે ભાગ્ય


પાર્ટનર માટે કોઈપણ હદે જઈ શકે છે આ અક્ષરથી શરુ થતાં નામના લોકો, હોય છે ખુશમિજાજ


50 વર્ષ બાદ સર્જાયો વિપરીત રાજયોગ, આ 4 રાશિના લોકોનું ચમકી જશે ભાગ્ય, અચાનક મળશે ધન
 


મેષ - મેષ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ લાભદાયી છે. ચંદ્ર અને શુક્રની યુતિથી બનેલો કલાત્મક યોગ મેષ રાશિના લોકોને ધન અને વાહન સુખ આપી શકે છે. નવા સંપર્કો બનશે જેનાથી તમને ઘણો ફાયદો થશે. બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. તમે તમારા પરિવાર સાથે સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકો છો. આવક સારી રહેશે.
 


મિથુન - ચંદ્ર-શુક્રની યુતિ મિથુન રાશિના લોકોને ઘણા લાભ આપશે. નોકરી-ધંધામાં લાભ થશે. જવાબદારીઓ વધશે જેનાથી થોડો માનસિક થાક લાગશે. પરંતુ આ જવાબદારી તમને ભવિષ્યમાં લાભ આપશે. તમને નવી ઓળખ અપાવશે. આર્થિક લાભ થશે. તમારી લોકપ્રિયતા વધશે. કોઈ અધુરી ઈચ્છા પુરી થઈ શકે છે.
 


વૃશ્ચિક - વૃશ્ચિક રાશિના લોકો માટે આ કલાત્મક યોગ ખૂબ જ ફળદાયી સાબિત થશે. ભાગ્ય તમારો સાથ આપશે. અટકેલા કામ પૂરા થશે. તમને તમારા માતા-પિતાનો સહયોગ મળી શકે છે. વિદેશ જવાનું સપનું પૂરું થઈ શકે છે. ઘરમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે. જુના રોકાણથી લાભ થઈ શકે છે.
 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)