હિન્દુ ધર્મમાં લાલ રંગની નાડાછડી એટલે કે મૌલીનું ખુબ મહત્વ હોય છે. તેને હાથ પર બાધવું એ ખુબ શુભ મનાય છે. દરેક માંગલિક કાર્યમાં નાડાછડી બાંધવામાં આવે છે. તેને રક્ષાસૂત્ર પણ કહે છે. નાડાછડી  બાંધવા પાછળનું કારણ એ છે કે નકારાત્મકતાને દૂર કરીને વ્યક્તિને પોઝિટિવ બનાવી રાખવાનું છે. શાસ્ત્રોનું માનીએ તો નાડાછડી બાંધવાથી દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. જો કે આ વચ્ચે જણાવીએ કે કેટલાક લોકોને લાલ નાડાછડી બાંધવાથી રક્ષાની જગ્યાએ હાનિકારક નીવડી શકે છે. તેનું કારણ લાલ નાડાછડી ન્યાયના દેવતા શનિદેવને નાપસંદ હોવાનું કહેવાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવામાં આ રાશિના લોકોએ પણ ક્યારેય લાલ નાડાછડી બાંધવી જોઈએ નહીં. તેની જગ્યાએ પીળી કે ગુલાબી નાડાછડીને બાંધવી તથા આ સાથે શનિદેવના ચરણોમાં સ્પર્શ કરીને કાળા દોરાને પણ બાંધી શકાય છે. જાણો કયા લોકોએ લાલ નાડાછડી ન બાંધવી જોઈએ....


આ લોકો માટે લાલ નાડાછડી અશુભ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ કુંભ અને મીન રાશિવાળાએ લાલ નાડાછડી બાંધવી જોઈએ નહીં. તેનું કારણ એ છે કે મીન અને કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. ન્યાયના દેવતાને લાલ રંગ ગમતો નથી. આ ઉપરાંત મકર રાશિના લોકોએ પણ લાલ રંગની નાડાછડી બાંધવી જોઈએ નહીં. તેનાથી શનિદેવતા નારાજ થાય છે. અશુભ ફળ આપે છે. તેનાથી બચવા માટે શનિવારના દિવસે શનિદેવને કાળા તલ અર્પણ કરો. તેનાથી જીવનમાં આવી રહેલા વિધ્નો અને સમસ્યાઓ દૂર થશે. 


આ રાશિવાળા માટે શુભ
જ્યોતિષાચાર્ય મુજબ મેષ, સિંહ અને વૃશ્ચિક રાશિવાળા માટે લાલ નાડાછડી બાંધવી ખુબ શુભ હોય છે. તે તેમની નકારાત્મક એનર્જીથી રક્ષા કરવાની સાથે જ જીવનમાં શુભ ફળ આપે છે. નાડાછડી બાંધવાથી આ રાશિના લોકોને સૂર્ય અને મંગળની વિશેષ કૃપા મળે છે. તેનાથી દોષ ખતમ થાય છે. જીવનમાં પરેશાનીઓ અને બાધાઓ દૂર થાય છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)