Kali Haldi Upay: ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજામાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. હળદરનું પૂજામાં વિશેષ મહત્વ છે. ગુરૂવારના દિવસે ન્હાવાના પાણીમાં જો ચપટી હળદર ઉમેરીને સ્નાન કરવામાં આવે તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુભ અને માંગલિક કાર્યોમાં પણ હળદરનો ઉપયોગ કરવો જોઈએ. હળદર પણ બે પ્રકારની હોય છે એક પીળી જેનો ઉપયોગ સૌથી વધુ થાય છે અને બીજી કાળી હળદર. જો શુભ ફળની વાત હોય તો તે ફક્ત પીળી હળદર જ નહીં પરંતુ કાળી હળદર પણ આપે છે. જ્યોતિષશાસ્ત્રમાં કાળી હળદરના મહત્વનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Mars Transit in Aries: મેષ રાશિમાં મંગળના પ્રવેશથી પલટી મારશે 3 રાશિઓનું ભાગ્ય


કાળી હળદરના કેટલાક ટોટકા વ્યક્તિના જીવનની ઘણી બધી સમસ્યાઓને દૂર કરી શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં આ ટોટકાને અચૂક કહેવાયા છે. ખાસ તો જે લોકોની આર્થિક સ્થિતિ ખરાબ હોય તેમના માટે આ ટોટકા ખૂબ જ ચમત્કારી ગણાય છે. કહેવાય છે કે આ ટોટકા ક્યારેય ફેલ નથી જતા. એટલે કે આ ટોટકા કરનારને તેનું ફળ અચૂક મળે છે. આજે તમને ઘરમાં સુખ, સમૃદ્ધિ વધારે તેવા કાળી હળદરના ચમત્કારી ઉપાયો વિશે જણાવીએ. 


કાળી હળદરના અચૂક ઉપાય 


આ પણ વાંચો: Shani Vakri 2024: 1 મહિના બાદ શનિ થશે વક્રી, 3 રાશિવાળા પર છપ્પરફાડ ધન વરસશે


- જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાળી હળદરના ઉપાયથી વ્યક્તિના જીવનમાં ધન સમૃદ્ધિ વધે છે. ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાત થાય તેવી ઈચ્છા હોય તો ગુરુ પુષ્ય નક્ષત્ર હોય ત્યારે કાળી હળદરની ગાંઠ ઉપર સિંદૂર લગાડીને તેને લાલ કપડામાં રાખો. કાળી હળદરની સાથે થોડા સિક્કા રાખો. ત્યાર પછી તેની સામે ધૂપ અને દીવો કરીને તિજોરીમાં કાળી હળદરને રાખી દો. જે જગ્યાએ આ હળદર હોય છે ત્યાં ધન વધતું રહે છે. 


- જો વેપારમાં સતત નુકસાન જતું હોય તો કાળી હળદરનો આ ઉપાય કરવો. કાળી હળદરને પીસી તેમાં કેસર ઉમેરો. ત્યાર પછી કોઈ પવિત્ર નદીનું પાણી લઈને હળદરમાં ઉમેરી પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટ વડે વેપારની જગ્યાએ જે મશીનો અને જરૂરી વસ્તુઓ હોય તેના પર સ્વસ્તિકનું ચિન્હ બનાવવો. તમે અનુભવશો કે થોડા જ સમયમાં તમને લાભ થવા લાગ્યો છે. 


આ પણ વાંચો: Swastik Ke Upay: આ 2 વસ્તુથી ઘરની આ જગ્યાએ બનાવો સાથિયો, મળવા લાગશે શુભ પરિણામ


- જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાળી હળદરના ઉપયોગથી ગુરુ અને શુક્ર ગ્રહના દોષને પણ દૂર કરી શકાય છે. તેના માટે કાળી હળદરને પીસી લેવી. ત્યારપછી કોઈપણ મહિનાના શુક્લ પક્ષના પહેલા ગુરુવારે આ હળદરથી તિલક કરવાની શરુઆત કરો. આ ઉપાયથી ગુરુ અને શુક્ર સંબંધિત દોષથી રાહત મળે છે. 


- જો તમારા ઘરમાં ધનની આવક થાય છે પરંતુ ફાલતુ ખર્ચામાં ધન વપરાઈ જાય છે તો કાળી હળદરનો આ ઉપાય કરી શકાય છે. આ ઉપાય કરવા માટે ચાંદીની ડબ્બીમાં કાળી હળદર, નાગ કેસર અને સિંદૂર ભરો. હવે આ ડબ્બીને શુક્લ પક્ષના શુક્રવારે માતા લક્ષ્મીની સામે રાખી પૂજા કરો.  ત્યાર પછી આ ડબ્બીને માતાને અર્પણ કરી દો.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)