Kali Mirch Upay: દરેક વ્યક્તિ તેમના જીવનધોરણને સુધારવા અને પરિવારને સારું જીવન આપવા માટે દરરોજ સખત મહેનત કરે છે. આમ છતાં ઘણા લોકોના જીવનમાં કોઈ ખાસ બદલાવ નથી આવતો અને તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો તમે પણ આવી જ નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યા છો, તો નિરાશ ન થાઓ. આજે અમે તમને કાળા મરી સાથે જોડાયેલા કેટલાક ચોક્કસ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાયો કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે .


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાળા મરીના ઉપાય


તમને દરેક કાર્યમાં સફળતા મળશે
જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો અને ઈચ્છો છો કે તે કામ કોઈપણ ભોગે પૂર્ણ થાય તો બહાર જતી વખતે ઘરના મુખ્ય દ્વાર પર કાળા મરી મુકો. આ પછી ઘરની બહાર નીકળતી વખતે કાળા મરીના દાણા પર પગ રાખીને બહાર જાઓ. એવું કહેવાય છે કે આ ઉપાયથી તમે જે કામ માટે બહાર જાવ છો તે ચોક્કસ પૂર્ણ થશે.



આ પણ વાંયો:
18 લાખથી વધુ દીવાઓના પ્રકાશથી ઝળહળી ઉઠ્યું ઉજ્જૈન, બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
ગૌતમ અદાણી પડતા-પડતાં 25માં નંબરે પહોંચ્યા, જાણો હવે તેમની નેટવર્થ કેટલી છે?
UPIથી પેમેન્ટ કરવાનો બદલાઈ ગયો પ્રકાર, દરેક વખતે PIN નાંખવાની ઝંઝટ પૂરી


શનિ દોષથી છુટકારો મેળવો
જો તમારી કુંડળીમાં શનિદોષ હાજર છે, તો તેને દૂર કરવા માટે કાળા મરીનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે 11 રૂપિયા અને કાળા મરીને કાળા કપડામાં બાંધીને શનિ મંદિરમાં મુકવુ જોઈએ. તમે તે કપડા કોઈ જરૂરિયાતમંદને દાન પણ કરી શકો છો. આમ કરવાથી કુંડળીમાં શનિ દોષ દૂર થાય છે.


દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે
જે લોકોના પરિવારમાં રોગો આવતા રહે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તેઓએ કાળા મરીના ઉપાય કરવા જોઈએ. આ માટે પૂર્ણિમાના દિવસે અથવા અમાવસ્યાના દિવસે કાળા મરીના દાણા લઈને 'ઓમ ક્લીં' મંત્રનો જાપ કરો. આ પછી તેને પરિવારના તમામ સભ્યોના માથા પર ફેરવીને દક્ષિણ દિશામાં ફેંકી દો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને પરિવાર રોગોથી મુક્ત થઈ જાય છે.


નાણાકીય કટોકટીનો ઉકેલ
સખત મહેનત કરવા છતાં પણ જો તમારા જીવનમાંથી આર્થિક સંકટ દૂર ન થઈ રહ્યું હોય, તો સુમસામ જગ્યાએ કાળા મરીના 5 દાણા લો અને પછી તેને ઉભા રહીને 7 વાર માથા પર ફેરવો અને ચારેય દિશામાં 1-1 મરી ફેકો અને પાંચમા દાણાને આકાશ તરફ ફેંકી દો. આ કર્યા પછી, શાંતિથી ઘરે પાછા ફરો અને પાછળ વળીને જોશો નહીં. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ઘરમાં ધનનો પ્રવાહ વધે છે.


(Disclaimer:અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંયો:
mPassport Police એપ થઈ લોન્ચ, પાસપોર્ટ બનાવવા માટે હવે ભાગદોડ નહીં કરવી પડે
તમારી આ ભૂલોના કારણે ગાડીની બ્રેકનું પેડ સમય પહેલાં થઈ શકે છે ખરાબ
VIDEO: આઉટ થતા ગુસ્સે ભરાયો વિરાટ કોહલી, ડ્રેસિંગ રૂમમાં જઈને સંભળાવી ખરી-ખોટી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube