કમુરતાને સાઈડલાઈન કરી શુભ પ્રસંગો કરવા હોય તો તેનો પણ ઉકેલ છે, શાસ્ત્રોમાં આપી છે માહિતી
Kamurta 2023 : 16 ડિસેમ્બરથી શરૂ થતા કમુરતામાં કોઈ શુભ પ્રસંગો ન લેવાય તેવું કહેવાય છે... પરંતુ શાસ્ત્રો કહે છે કે તમે આ દિવસોમાં કેટલાક પ્રસંગો લઈ શકો છો... તો શું છે કહે છે જ્યોતિષ શાસ્ત્રી જાણીએ
Kamurta 2023 : હિન્દુ શાસ્ત્રોમાં કમુરતા એટલે એક મહિનો શુભ પ્રસંગો પર બ્રેક. કમુરતા એટલે કોઈ શુભ પ્રસંગો ન લેવાય તેવુ શાસ્ત્રોમાં લખાયેલું છે. પરંતુ શાસ્ત્રોમાં તેનો તોડ પણ છે. જો તમને કમુરતામાં કોઈ પ્રસંગો લેવા હોય તો શાસ્ત્રોમાં તેનો ઉપાય પણ આપેલો છે. સાથે જ એ પણ લખાયું છે કે કમુરતામા સારા પ્રસંગો લેવા હોય તો કેવી રીતે લેવા.
કમુરતામાં આ રીતે લગ્ન કરી શકાય છે
ભાવનગરના જ્યોતિષ કિશન ગિરીશભાઈ શ્રીધર (પંચાગવાળા) આ વિશે માહિતી આપતા જણાવે છે કે, આજની બદલાતી સ્થિતિ મુજબ લોકોને મુહુર્ત સાચવવું અઘરુ પડે છે. તેમાં પણ વિદેશમાં વસતા એનઆરઆઈ ખાસ ડિસેમ્બરની સીઝનમાં ગુજરાત આવા હોય છે. જો આવા સમયે તેઓ કમુરતા સાચવે તો પ્રસંગો અટવાઈ જાય. તેથી તેઓ લગ્નો જેવા પ્રસંગો લઈ લે છે. દર વખતે લોકોની અનુકૂળતા મુજબ મુહુર્ત સાચવી શકાતા નથી. મોટાભાગના એનઆરઆઈ ડિસેમ્બરના કમુરતામાં જ લગ્ન કરે છે. તેથી શાસ્ત્રોમાં લખાયુ છે કે, નવગ્રહ શાંતિનું હવન કરી, ગ્રહશાંતિ કરીને લગ્ન લઈ શકાય છે. કમુરતાના સમયગાળમાં જે દિવસે લગ્ન લેવાના હોય તો લગ્નના આગામી દિવસ કે બે દિવસ પહેલા નવગ્રહ અને ગ્રહશાંતિ પૂજા કરીને લગ્ન લઈ શકાય છે.
વિદેશોમાં એવી તો શું તકલીફ આવી કે પરત ફરી રહ્યાં છે ગુજરાતીઓ, સ્વદેશી બની રહ્યાં NRI
કમુરતામાં કયા પ્રસંગો ન કરી શકાય
કમુરતામાં લગ્ન સિવાય બીજા કોઈ પ્રસંગ ન લઈ શકાય. માત્ર લગ્ન જ થઈ શકે છે. કમુરતાના દિવસોમાં ઘરનું વાસ્તુ અને જનોઈના પ્રસંગો પણ ન થઈ શકે. આ દિવસોમાં માત્ર સગાઈ અને લગ્ન જ થઈ શકે. કમુરતામાં નવા ઘરમાં કુંભ ન મૂકાય, કળશ પણ ન મૂકી શકાય. ન તો નવી ઓફિસનું ઓપનિંગ કરી શકાય. માત્ર સગાઈ અને લગ્ન કરી શકાય છે.
ક્યારથી લાગે છે કમુરતા
16 ડિસેમ્બરના રોજ સૂર્યદેવ સાંજે 3 વાગ્યાને 58 મિનિટ પર વૃશ્ચિક રાશિમાંથી નીકળી ધન રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસથી ખરમાસ લાગી જશે. આ રાશિમાં સૂર્યદેવ 30 દિવસ સુધી રહેશે. ત્યાર બાદ સૂર્ય ધનમાંથી નીકળી મકર રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસથી ફરી શુભ કાર્ય શરુ થઇ જશે.
હવે વિદેશ જવા ગુજરાતીઓને ફાંફા પડશે, UK અને Canada એ નિયમોમાં કર્યા મોટા બદલાવ
કમુરતા એટલે શું
જ્યોતિષની માનીએ તો સૂર્યદેવ એક રાશિમાં 30 દિવસ સુધી રહે છે. ત્યાં જ જયારે ધન અને મીન રાશિમાં ગોચર કરે છે તો સૂર્યદેવના તેજ પ્રભાવથી ધન અને મીન રાશિના સ્વામી બૃહસ્પતિનો પ્રભાવ ક્ષીણ થઈ જાય છે. એને લઇ એક મહિના સુધી ખરમાસ લાગે છે, જેને કમુરતા પણ કહેવાય છે. આ દરમિયાન શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે. સરળ શબ્દમાં કહીએ તો લગ્ન, વિદાઈ, ઉપનયન, મુંડન વગેરે જેવા શુભ કાર્ય આ દમયગાળા દરમિયાન નહિ કરી શકાય.
કમુરતામા કયા કાર્ય કરી શકાય
કમુરતામા પ્રેમ-વિવાહ કરવાના હોય તો તે નિશ્ચિત થઈને લગ્ન કરવા જોઈએ.જો તમારી કુંડળીમા ધનુ રાશિમા ગુરુ હોય તો તેવા જાતકોને આ સમય ગાળામા સારા કાર્યો કરી શકાય છે. કમુરતામા જાત કર્મ અને શ્રાદ્ધ જેવા કાર્ય કરવા જોઈએ.
ગળામાં માછલીનો કાંટો ફસાય તો સૌથી પહેલા આ કરજો, નહિ તો જીવ જશે