Kamurta 2024 : ગુજરાતમાં હવે એક મહિના સુધી લગ્નની શરણાઈઓ નહિ સંભળાય. કમુરતાને કારણે લગ્નસરા (wedding) ની મોસમ પર બ્રેક લાગશે. આજથી ગુજરાતમા કમુરતા (kamurta 2021) ની શરૂઆત થઈ છે. જેથી લગ્ન પ્રસંગની સાથે શુભ કાર્યો નહિ કરી શકાય. હવે 14 જાન્યુઆરીએ બપોરે 2.30 કલાકે ધનારક (dhanarak ) ને કારણે લગ્ન યોજી નહિ શકાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિન્દુ શાસ્ત્રોમાં કમુરતા એટલે એક મહિનો શુભ પ્રસંગો પર બ્રેક. કમુરતા એટલે કોઈ શુભ પ્રસંગો ન લેવાય તેવુ શાસ્ત્રોમાં લખાયેલું છે. દર વર્ષે આવતા ધનારક એટલે કે કમુરતામાં લગ્ન કાર્યો પર રોક લાગી જાય છે. હિન્દુ શાસ્ત્રો મુજબ, આ દિવસોમાં શુભ કાર્યો કરવા સારુ ગણાતુ નથી. તેથી મોટાભાગના લોકો એક મહિના દરમિયાન શુભ પ્રસંગો લેવાનુ ટાળે છે. ત્યારે આજથી ગુજરાતમાં લગ્ન સીઝન પર પણ બ્રેક લાગશે. તેમજ સગાઈ, મુંડન, પ્રાણપ્રતિષ્ઠા, ગૃહપ્રવેશ, નવી દુકાનની શરૂઆત, વ્રત વગેરે પર બ્રેક લાગે છે.


શું છે કમુરતા
ધનારક અને મીનારક એક જ છે. સૂર્યદેવ ધન રાશિ અને મીન રાશિમાં આવે ત્યારે ધન સંક્રાંતિ, મીન સંક્રાંતિ ગણાય છે. આ સમયને કમુરતા કહેવાય છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ પ્રસંગ કરાતા નથી. આ સમયગાળો એક મહિનાનો હોય છે. આજે 15 ડિસેમ્બરથી અખંડ મતસ્ય દ્વાદશી, સૂર્ય ધન મૂળમાં પ્રવેશ સાથે ધનારક કમુરતા પ્રારંભ થશે. કોઇપણ માંગલિક કામ માટે સૂર્ય, ચંદ્ર અને બૃહસ્પતિની શુભ સ્થિતિ એટલે બળ જોવામાં આવે છે. ખરમાસમાં સૂર્ય-ગુરુ નબળા થઇ જાય છે. વર્ષમાં બે વાર ખરમાસ આવે છે. પહેલો જ્યારે સૂર્ય મીન રાશિમાં રહે છે અને બીજો જ્યારે સૂર્ય ધન રાશિમાં રહે છે. ખરમાસમાં બૃહસ્પતિ અસ્ત રહે છે. ગુરુ ગ્રહ બળહીન રહે છે. મકરસંક્રાંતિએ સૂર્ય આ રાશિથી બહાર આવી જાય છે અને ખરમાસ પૂર્ણ થઇ જાય છે.


અંબાલાલનો નવો ધડાકો, કાતિલ ઠંડી વચ્ચે આવશે વરસાદ, આજથી જ જોવા મળશે વરસાદનું છમકલું


ક્યારે પૂરા થશે કમુરતા
14 જાન્યુઆરીના રોજ બપોરે 2.30 કલાકે સૂર્યદેવનો મકર રાશિમાં પ્રવેશ થશે. તે દિવસે મકરસંક્રાંતિ હશે, જ્યારે કમુરતા પૂરા થશે. એટલે કે આ દિવસથી હિન્દુ ધર્મમાં શુભ કાર્યો તથા લગ્નો કરી શકાશે. 


કમુરતામા કયા કાર્ય કરી શકાય
કમુરતામા પ્રેમ-વિવાહ કરવાના હોય તો તે નિશ્ચિત થઈને લગ્ન કરવા જોઈએ.જો તમારી કુંડળીમા ધનુ રાશિમા ગુરુ હોય તો તેવા જાતકોને આ સમય ગાળામા સારા કાર્યો કરી શકાય છે. કમુરતામા જાત કર્મ અને શ્રાદ્ધ જેવા કાર્ય કરવા જોઈએ.


કમુરતામાં કયા પ્રસંગો ન કરી શકાય
કમુરતામાં લગ્ન સિવાય બીજા કોઈ પ્રસંગ ન લઈ શકાય. માત્ર લગ્ન જ થઈ શકે છે. કમુરતાના દિવસોમાં ઘરનું વાસ્તુ અને જનોઈના પ્રસંગો પણ ન થઈ શકે. આ દિવસોમાં માત્ર સગાઈ અને લગ્ન જ થઈ શકે. કમુરતામાં નવા ઘરમાં કુંભ ન મૂકાય, કળશ પણ ન મૂકી શકાય. ન તો નવી ઓફિસનું ઓપનિંગ કરી શકાય. માત્ર સગાઈ અને લગ્ન કરી શકાય છે. 


ગુજરાતના સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના, બે સગીરોના કપડા કાઢી સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય