Puja ke Niyam: હિન્દુ ધર્મના તમામ દેવી દેવતાઓની પૂજા પછી આરતી કરવાનું વિધાન છે. એવું કહેવાય છે કે આરતી કરવાથી દેવી-દેવતાઓની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને પૂજા કર્યાનું પૂર્ણ ફળ મળે છે. જ્યારે આરતી કરવામાં આવે છે તો સંપૂર્ણ વાતાવરણમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. સાથે જ જ્યારે પણ આરતી થાય છે તો તેના પછી કર્પૂરગૌરં મંત્ર બોલવામાં આવે છે. દરેક જગ્યાએ આવું થાય છે પરંતુ શું તમે જાણો છો કે આ મંત્ર આરતી પછી શા માટે બોલવાનો હોય છે ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Mahashivratri 2024: મહાશિવરાત્રી પર આ વિધિથી કરો શિવ પૂજા, મનની ઈચ્છા થશે પુરી


કર્પૂરગૌરં મંત્રનો સંબંધ શિવજી સાથે છે તેને શિવ મંત્ર પણ કહેવાય છે. આ મંત્રમાં શિવજીના દિવ્ય સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. આ મંત્રથી શિવજીને પ્રાર્થના કરવામાં આવે છે કે, મનમાંથી મૃત્યુનો ભય દૂર કરી જીવનને સુખમય બનાવે.


શક્તિશાળી શિવ મંત્ર


કર્પૂરગૌરં કરુણાવતારં સંસારસારં ભુજગેન્દ્રહારમ્
સદા બસન્તં હૃદયારબિન્દે ભવં ભવાનીસહિતં નમામિ


આ પણ વાંચો: Ketu Gochar: 4 માર્ચે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે કેતુ, 5 રાશિના લોકો રહે સંભાળીને


હિન્દુ ધર્મમાં કોઈ પણ દેવી દેવતાની પૂજા થાય કે પછી ઘરમાં કોઈ પૂજા કે અનુષ્ઠાન થાય તો સૌથી પહેલા ગણેશજીની આરાધના કરવાનું વિધાન છે. તેવી જ રીતે પૂજા કર્યા પછી આરતી કરી અને કર્પૂરગૌરં મંત્ર બોલવાનો નિયમ છે. 


આ મંત્ર વિશે કહેવાય છે કે જ્યારે શિવજી અને માતા પાર્વતીના લગ્ન થઈ રહ્યા હતા ત્યારે આ સ્તુતિ ભગવાન વિષ્ણુએ ગાઈ હતી. તેથી તેનું મહત્વ વધી જાય છે. પૂજા કર્યા પછી આરતી કરી આ મંત્રનો જાપ કરવાથી શિવજી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને પૂજા કરનાર વ્યક્તિને તેની પૂજાનું શુભ ફળ પ્રાપ્ત થાય છે.


આ પણ વાંચો: માર્ચ મહિનામાં 5 શક્તિશાળી ગ્રહનું થશે રાશિ પરિવર્તન, આ 6 રાશિના લોકો બનશે અમીર


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)