27 નવેમ્બરે કાર્તિક પૂર્ણિમા પર અદ્ભુત સંયોગ, જાણો પૂજા મુહૂર્ત અને વિધિ
Kartik Purnima 2023: કાર્તિક પૂર્ણિમા પર ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની ઉપાસના કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ બનેલી રહે છે. તેથી આવો જાણીએ કાર્તિક પૂર્ણિમા પર પૂજાનું મુહૂર્ત અને વિધિ..
Kartik Purnima: હિન્દુ ધર્મમાં કાર્તિક પૂર્ણિમાનું વિશેષ મહત્વ હોય છે. કારતક મહિનો અને કારતક પૂર્ણિમા તિથિ પર વિશેષ રૂપથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે ચંદ્રમાને અર્ધ્ય આપવું ખુબ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે શ્રદ્ધા ભાવની સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ઉપાચના કરવાથી સુખ-સમૃદ્ધિ અને શાંતિ બનેલી રહે છે. તેથી આવો જાણીએ કાર્તિક પૂર્ણિમા પૂજાનું શુભ મુહૂર્ત અને વિધિ.
કાર્તિક પૂર્ણિમા પર શુભ સંયોગ
આ વર્ષે 27 નવેમ્બરના દિવસે કાર્તિક પૂર્ણિમા છે. 26 નવેમ્બર બપોરે 3 કલાક 53 મિનિટથી કાર્તિક પૂર્ણિમા તિથિની શરૂઆત થઈ રહી છે, જે 27 નવેમ્બર બપોરે 2 કલાક 45 મિનિટ સુધી રહેશે. તિથિ પ્રમામે 27 નવેમ્બરે કાર્તિક પૂર્ણિમાનું વ્રત રાખવામાં આવશે. કાર્તિક પૂર્ણિમા પર આ વર્ષે સર્વાર્થ સિદ્ધિ યોગની સાથે શિવ યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે, જે ખુબ શુભ માનવામાં આવે છે.
કાર્તિક પૂર્ણિમા શુભ મુહૂર્ત
બ્રહ્મ મુહૂર્તઃ સવારે 5.5 કલાકથી 5.59 કલાક
અભિજીત મુહૂર્તઃ સવારે 11.47 કલાકથી બપોરે 12.30 કલાક
વિજય મુહૂર્તઃ બપોરે 1.54થી 2.36 કલાક
ગોધુલિ મુહૂર્તઃ સવારે 11.14થી બપોરે 12.48 કલાક
નિશિતા મુહૂર્તઃ સવારે 11.42 કલાકથી 12.36 કલાક, 28 નવેમ્બર
સર્વાર્થ સિદ્ધિ યોગઃ 1.35 કલાકથી સાંજે 6.54 કલાક, 28 નવેમ્બર
આ પણ વાંચોઃ 27 નવેમ્બરે ગ્રહોના રાજકુમારનું મોટુ પરિવર્તન, આ 4 રાશિના જાતકો થઈ જશે માલામાલ
કાર્તિક પૂર્ણિમાની પૂજા-વિધિ
કાર્તિક પૂર્ણિમા તિથિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. તો જો તમે નદીમાં સ્નાન ન કરી શકો તો સ્નાન કરવા સમયે ગંગાજળ મિક્સ કરો. કાર્તિક પૂર્ણિમાના દિવસે વિધિ-વિધાનથી લક્ષ્મી નારાયણની પૂજા કરવી જોઈએ. આ દિવસે વિષ્ણુ ભગવાનને પીળા રંગનું ફૂલ અને વસ્ત્રો ચઢાવવા જોઈએ અને મા લક્ષ્મીને ગુલાબી કે લાલ રંગનું ફૂલ અને શ્રૃંગારનો સામાન ચઢાવવો જોઈએ. કાર્તિક પૂર્ણિમાના દિવસે પવિત્ર જળમાં કાચુ દૂધ મિક્સ કરી ચંદ્રમાને અર્ધર્ય આપવાનું શુભ માનવામાં આવે છે. કાર્તિક પૂર્ણિમાનું વ્રત રાખવાથી અને તે દિવસે લક્ષ્મી નારાયણની વિવિસર પૂજા કરવાથી ઘરમાં સુખ-સંપત્તિ રહે છે.
(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube