Karwa Chauth 2023: કરવા ચોથ (Karva chauth 2023) પર ચંદ્રની ખાસ પૂજા કરવામા આવે છે. ચાયણીમાંથી ચંદ્ર જોઈને મહિલાઓ ઉપવાસ તોડે છે. દર વર્ષે મહિલાઓ આ પરંપરાને માને છે. પણ તમને એવો વિચાર જરૂર થતો હશે કે આખરે કેમ કરવા ચોથમાં ચાયણીમાંથી ચંદ્ર જોઈને ઉપવાસ તોડવામાં આવે છે. આ પાછળ એક ખાસ મહત્વ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mukesh Ambani Threat: મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી, 400 કરોડની ડિમાન્ડ


કરવા ચોથની સાંજે ચાયણીને જોવા પાછળ એક દંતકથા છે. પ્રાચીન કાળથી એક શાહુકારની વાત પ્રચલિત છે. શાહુકારની પત્નીએ પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત રાખ્યું હતું. પરંતુ ભૂખથી તેની તબિયત બગડવા લાગી હતી. શાહુકારને સાત દીકરા હતા. શાહુકારના દીકરાઓએ બહેનને ખાવા માટે કહ્યું, પરંતુ શાહુકારની દીકરીએ ભોજન લેવાની ના પાડી. ત્યારે તેની તબિયત બગડવા લાગી. 


નિવૃત થાવ ત્યારે ઇચ્છો છો 1 કરોડનું ફંડ? અહીં જાણો કેવી રીતે કરશો તેનું પ્લાનિંગ


ભાઈઓ બહેનની આ હાલત ન જોઈ શક્યા. ત્યારે તેઓએ ચંદ્ર નીકળતા પહેલા જ એક વૃક્ષની આડશમાં ચાયણીની પાછળ એક દીવો રાખીને બહેનને ખોટો ચંદ્ર બતાવ્યો હતો. બહેનને તેને સાચો માનીને ઉપવાસ ખોલ્યો હતો. વ્રત ખોલ્યા બાદ તેના પતિનું મોત નિપજ્યું હતું. કહેવાય છે કે, અસલી ચંદ્રને જોયા વગર વ્રત તોડવાને કારણે જ તેના પતિનું મૃત્યુ થયું હતું.


દિવાળીમાં માલામાલ થઈ જશો : આ શેર મળે તો સ્ટોપલોસ રાખીને ટાર્ગેટ ભાવે ખરીદી લો


બસ, ત્યારથી જ હાથમાં ચાયણી લઈને ચંદ્રને જોયા બાદ જ પતિને જોઈને કરવા ચોથનુ વ્રત ખોલવાની પરંપરા શરૂ થઈ. જેથી કોઈ છળકપટ કરીને વ્રત તોડાવી ન શકે. 


દિવાળી સફાઇ આદરી હોય તો વાસ્તુનું રાખજો ખાસ ધ્યાન, નહીંતર થશે મોટું નુકસાન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube