500 વર્ષ બાદ બન્યો આ `શક્તિશાળી રાજયોગ`, 3 રાશિવાળાનો થશે ભાગ્યોદય, આકસ્મિક ધનલાભથી તિજોરીઓ છલકાશે
500 વર્ષ બાદ કેદાર રાજયોગનું નિર્માણ થયું છે. કારણ કે હાલ 7 ગ્રહ ચાર રાશિમાં છે. જેનાથી કેદાર રાજયોગ બન્યો છે. આથી આ રાજયોગના નિર્માણની તમામ રાશિના જાતકો પર અસર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમને આ સમય દરમિયાન આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદયના યોગ બની રહ્યા છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે.
વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે રાશિ પરિવર્તન કરીને શુભ અને અશુભ યોગોનું નિર્માણ કરતા હોય છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર જોવા મળે છે. આ સાથે જ આ યોગોનો પ્રભાવ કોઈના માટે શુભ તો કોઈના માટે અશુભ રહેતો હોય છે. અત્રે જણાવવાનું કે 500 વર્ષ બાદ કેદાર રાજયોગનું નિર્માણ થયું છે. કારણ કે હાલ 7 ગ્રહ ચાર રાશિમાં છે. જેનાથી કેદાર રાજયોગ બન્યો છે. આથી આ રાજયોગના નિર્માણની તમામ રાશિના જાતકો પર અસર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમને આ સમય દરમિયાન આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદયના યોગ બની રહ્યા છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે.
મેષ રાશિ
તમારા માટે કેદાર રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે તમારી રાશિથી ભાગ્ય સ્થાન પર મંગળ,શુક્ર અને બુધ સ્થિત છે. આ સાથે જ સૂર્ય ગ્રહ દશમ ભાવ પર છે અને શનિદેવ આવકના સ્થાન પર છે. આથી આ સમય દરમિયાન તમને કરિયર અને કારોબારમાં પ્રગતિ મળશે. આ સાથે જ આવકના નવા સ્ત્રોત સર્જાશે. આવક વધશે. નવા કામોમાં સફળતા મળશે. ઈચ્છાઓ પૂરી થશે. રોકાણથી લાભના યોગ બનશે.
મિથુન રાશિ
કેદાર રાજયોગ મિથુન રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી ગોચર કુંડળીના અષ્ટમ સ્થાન પર તો શનિ ગ્રહ 11માં ભાવ પર ભ્રમણ કરી રહ્યા છે. આથી આ સમય દરમિયાન વેપારીઓને કારોબારમાં સારી પ્રગતિ થઈ શકે છે. અપરિણીત લોકોને વિવાહના પ્રસ્તાવ આવી શકે છે. જે લોકો પ્રેમ સંબંધમાં હશે તેમના લગ્ન થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ છે. એટલે કે તેઓ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. આ સમય દરમિયાન તમારી ઈચ્છાઓ પૂરી થશે. નવા કાર્યોમાં સફળતા મળશે.
તુલા રાશિ
તુલા રાશિવાળા માટે કેદાર રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે. આથી આ સમયમાં તમને માન સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. જો ફિલ્મ લાઈન, રમતજગતથી હોવ તો તમને સારી સફળતા મળી શકે છે. જે લોકો રાજકારણ સાથે જોડાયેલા હોય તેમને કોઈ પદ મળી શકે છે. આ સાથે જ આ સયમ તમને સમયાંતરે આકસ્મિક ધનલાભની પ્રાપ્તિ કરાવી શકે છે. ઘર પરિવારમાં વિવાહ અને ઉત્સાહનો સંયોગ બનશે. શિક્ષણ સ્પર્ધામાં સફળતા મળશે. આ સાથે જ બેરોજગાર લોકોને રોજગારી પ્રાપ્ત થશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube