નવી દિલ્લીઃ લસણનું સેવન કરવાથી અનેક ફાયદા થાય છે. લસણમાં અનેક ગુણો રહેલાં છે. એમાંય જો સવારે ઉઠીને ખાલી પેટે લસણની બે કળીઓ રોજ ખાવામાં આવે તો તમે અનેક બીમારીઓથી બચી શકો છો. એજ રીતે લસણનું સેવન કરવાથી હાર્ટ અટેકની સમસ્યામાં પણ ઘટાડો થાય છે. પગના દુખાવાને પણ લસણના સેવનથી દૂર કરી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ભારતમાં લસણનો ઉપયોગ ખુબ થતો હોય છે. લસણ મોટા ભાગે દાળ કે પછી શાકમાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. લસણનો ઉપયોગ કરવાથી ભોજન ખુબ જ સ્વાદિષ્ટ થઈ જાય છે. લસણમાં એન્ટી ઈંફ્લામેંટરી ગુણ પણ જોવામાં આવે છે. આ ગુણ આપણા શરીરને સંક્રમણથી બચાવે છે. ભોજન સિવાય પણ લસણ અનેક રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે.


જાણી લો લસણના વિવિધ પ્રયોગોથી થતા ફાયદા વિશેઃ


1) ઉંઘતા પહેલા લસણ તકિયા નીચે મુકવાથી ઘણો ફાયદો પણ થાય છે.


2) લસણને તકિયા નીચે રાખવાથી માખી મચ્છર દૂર રહે છે. લસણની વાસથી કીડી મકોડા પણ દૂર રહે છે.


3) લસણની કળિયોને તકિયા નીચે મુકવાથી ઉંઘ પણ સારી આવે છે. લસણથી વિટામીન બી 6 પણ મળે છે. જે ઉંઘ ના આવવાની બિમારી ઈમસોમ્નિયામાં ઘણુ ફાયદાકારક છે.


4) તકિયા નીચે લસણને મુકવાથી ઈમ્યુનિટી પણ વધે છે. લસણમાં એલિસિન નામક તત્વ જોવા મળે છે. જે શરીરને સક્રમણથી બચાવે છે.


5) તકિયા નીચે લસણ રાખવાથી નાકમાં ઈન્ફેક્શન પણ નથી થતું. અને નાક બંધ થતું હોય તો તે સમસ્યાથી છુટકારો મળે છે.


(નોંધ- અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. કોઈપણ પ્રયોગ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી. ઝી 24 કલાક આવા કોઈ દાવાનું સમર્થન કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube