Vastu Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક વસ્તુમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જા હોય છે. આ ઉર્જાનો પ્રભાવ આસપાસના લોકો અને વાતાવરણ પર પણ પડે છે. જો તમે તમારા જીવનમાં સુખ, સૌભાગ્ય અને સકારાત્મક ઊર્જાને આકર્ષિત કરવા માંગો છો તો રોજ રાત્રે સૂતી વખતે પોતાના ઓશિકા પાસે કેટલીક વસ્તુઓ રાખવી જોઈએ. આ વસ્તુઓની સકારાત્મક ઊર્જા તમારા જીવનની સમસ્યાઓને દૂર કરી દેશે. ભાગ્યના બંધ દરવાજા રાતોરાત ખુલશે અને આર્થિક સ્થિતિ પણ સુધરવા લાગશે. તો ચાલો આ વસ્તુઓ કઈ કઈ છે જણાવીએ તમને.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાગ્ય ચમકાવતી વસ્તુઓ 


આ પણ વાંચો: 12 વર્ષ પછી મોહિની એકાદશી પર સર્જાશે 6 અત્યંત શુભ યોગ, 5 રાશિઓને અચાનક થશે ધન લાભ


સિક્કા 


સિક્કા માં લક્ષ્મી સંબંધિત છે. ધનના દેવીમાં લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો સિક્કા અને ચલણી નોટનું સન્માન કરવું જોઈએ. આમ કરવાથી જીવનમાં ધન આકર્ષિત થાય છે. આ સિવાય જો કોઈ બીમારી પીછો છોડતી ન હોય તો સુતી વખતે માથાની પૂર્વ દિશા તરફ એક સિક્કો રાખીને સૂવું. તેનાથી બીમારીથી રાહત મળે છે. 


ચાકુ 


ઘણા લોકોને રાત્રે ખરાબ સપના આવતા હોય છે અને વારંવાર ઊંઘ ઊડી જતી હોય છે. જો આવું થતું હોય તો રાત્રે સૂતી વખતે ઓશિકા નીચે લોઢાની ચાકુ, કાતર કે કોઈપણ ધારદાર વસ્તુ રાખીને સૂવું. આમ કરવાથી ખરાબ સપના નહીં આવે અને ઊંઘની સમસ્યા પણ દૂર થશે. 


આ પણ વાંચો: Kitchen Vastu: રસોડાની આ 3 વસ્તુ વર્ષોની ગરીબી પણ કરે દુર, બસ કરો આ સરળ કામ


તાંબાના વાસણમાં પાણી 


જો કોઈ ચિંતા સતાવતી હોય તો રાત્રે સુધી વખતે માથા પાસે તાંબાના વાસણમાં પાણી ભરીને રાખો. સવારે આ પાણીને કોઈ છોડમાં પધરાવી દેવું. આમ કરવાથી નકારાત્મક ઉર્જાથી છુટકારો મળે છે. 


વરીયાળી 


દરેક ઘરમાં વરીયાળી તો હોય જ છે. મુખવાસ તરીકે ઉપયોગમાં આવતી વરિયાળી ગ્રહ દોષથી મુક્તિ અપાવી શકે છે. જેમની કુંડળીમાં રાહુ દોષ હોય અને જીવનમાં સમસ્યાઓ આવતી જ રહેતી હોય તો કાગળના એક ટુકડામાં થોડી વરીયાળી બાંધીને તકિયાની નીચે રાખી દો. 


આ પણ વાંચો: Chanakya Niti: આવી છોકરીઓ સાથે ક્યારેય ના કરો લગ્ન, તમારી જિંદગીને નરક બનાવી દેશે


એલચી 


એલચી પણ વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ મસાલો છે. રાત્રે સૂતી વખતે ઓશિકા નીચે રાખવાથી ઊંઘ સારી આવે છે. સાથે જ જીવનની આર્થિક માનસિક અને શારીરિક સમસ્યાઓથી રાહત મળવા લાગે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)