Vastu Upay: વાસ્તુશાસ્ત્રમાં યોગ્ય દિશામાં યોગ્ય રંગની વસ્તુ રાખવાની વાત કરવામાં આવી છે. રંગનો સંબંધ વ્યક્તિના જીવનને પ્રભાવિત કરે છે. તેનાથી વ્યક્તિને શુભ અને અશુભ પરિણામ મળે છે. તેથી દિશાને ધ્યાનમાં રાખીને રંગોની પસંદગી કરવી જોઈએ. દરેક રંગને તેની યોગ્ય દિશા સાથે જોડીને જોવામાં આવે છે. આજે તમને પીળા રંગ સંબંધિત એક નિયમ વિશે જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: શનિના રાશિ પરિવર્તનથી આ રાશિઓને થશે મહાલાભ, 3 રાશિઓ સાડાસાતી અને ઢૈયાથી થશે મુક્ત


વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દિશા અને રંગ વચ્ચે ગાઢ સંબંધ હોય છે. દરેક દિશા વિશિષ્ટ ગ્રહ સાથે સંબંધ ધરાવે છે. દક્ષિણ દિશાનો સંબંધ યમરાજ સાથે હોય છે જે મૃત્યુના દેવ છે. આ દિશામાં જે રંગ રાખવામાં આવે છે તેનો પ્રભાવ જીવન પર પડે છે. પીળો રંગ ઉર્જા અને ઉત્સાહનો પ્રતીક છે. દક્ષિણ દિશામાં પીળો રંગ રાખવાથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. તેનાથી ધન લાભ અને સમૃદ્ધિ વધે છે. 


આ પણ વાંચો: Mangal Vakri 2024: મંગળની વક્રી ચાલથી આ 3 રાશિઓ થશે માલામાલ, વર્ષ 2025 સુધી થશે લાભ


દક્ષિણ દિશાની સાથે પશ્ચિમ દિશામાં પીળો રંગ રાખવાથી પણ અલગ અલગ લાભ થઈ શકે છે. ધનલાભ અને માનસિક શાંતિ માટે આ દિશામાં પીળા રંગની વસ્તુ રાખવી જોઈએ. આ દિશામાં પીળા રંગની વસ્તુ રાખવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધરે છે. 


આ પણ વાંચો: Surya Ketu Yuti: 16 સપ્ટેમ્બરથી ચમકશે 6 રાશિઓનું ભાગ્ય, સૂર્ય-કેતુની યુતિ કરાવશે લાભ


પૂર્વ દિશા સૂર્યદેવની દિશા છે અને પીળો રંગ સૂર્યદેવનું પ્રતીક છે. પૂર્વ દિશામાં પીળા રંગની વસ્તુ રાખવાથી સૂર્યદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. પૂર્વ દિશામાં પીળો રંગ ધન અને સમૃદ્ધિ વધારનાર સાબિત થાય છે. પૂર્વ દિશામાં પીળી વસ્તુ રાખવાથી ધનનું આગમન વધે છે અને પરિવારની આર્થિક સ્થિતિ સુધરે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)