જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિદેવ જાન્યુઆરી વર્ષ 2023થી પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં ગોચર કરી રહ્યા છે. ત્યાં તેઓ વર્ષ 2025 સુધી બિરાજમાન રહેશે. શનિદેવે કુંભરમાં રહીને કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવ્યો છે. આવામાં આ રાજયોગનો પ્રભાવ તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું ભાગ્ય પલટાઈ જશે. કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિના લગ્ન ભાવમાં બની રહ્યો છે. આથી આ સમયે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. આ સાથે જ કુંભ રાશિવાળાના જીવનના મોટાભાગના ક્ષેત્રમાં પ્રગતિ જોવા મળશે અને આવકમાં પણ સારો વધારો થઈ શકે છે. તમને મહેનતની સાથે સાથે ભાગ્યનો પણ સાથ મળશે. નોકરીયાત લોકોને પ્રમોશન અને પગારવધારો થઈ શકે છે. આ સાથે જ આ સમયગાળામાં તમારી ઈચ્છાઓ  પૂરી થશે. નવા કાર્યોમાં સફળતા મળશે. 


વૃષભ રાશિ
કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનવાથી વૃષભ રાશિના સારા દિવસો શરૂ થઈ શકે છે. આથી તમને કામકાજમાં પ્રગતિ થઈ શકે છે. દરેક કાર્ય માટે યોજના બનાવશો અને તેને અમલમાં લાવવા માટે આકરી મહેનત પણ કરશો. આ સમય તમારા માટે આવકના નવા સ્ત્રોત ઊભા થશે. ધન કમાવવાની ઈચ્છા વધશે. આવકમાં વધારાના યોગ બની રહ્યા છે. તમને તમારા ભવિષ્ય સંલગ્ન નિર્ણયો લેવામાં સરળતા રહેશે. આ  સમય દરમિયાન પિતા સાથે તાલમેલ સારો રહેશે. વેપારીઓને પણ સારો ધનલાભ થશે. 


મિથુન રાશિ
તમારા માટે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનવો એ અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના નવમ ભાવ પર બની રહ્યો છે. ભાગ્યોદય થઈ શકે છે. દેશ વિદેશની મુસાફરી કરી શકો છો. કરિયરમાં તમારા માટે ટોચ પર પહોંચવાના યોગ બની રહ્યા છે. કારોબારમાં ક્યાંય પૈસા ફસાઈ ગયા હોય તો મળી શકે છે. ધાર્મિક અને માંગલિક કાર્યોમાં સામેલ થઈ શકો છો. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)