Rajyog 2023: આ રાજયોગથી ચમકશે રાશિચક્રની 3 રાશિના લોકોનું ભાગ્ય, વર્ષોની દરિદ્રતા થઈ જશે દુર
Kendra Trikon Rajyog 2023: શનિ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરવામાં સૌથી વધારે સમય લે છે. એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરતાં શનિને અઢી વર્ષનો સમય લાગે છે. અઢી વર્ષે જ્યારે શનિ રાશિ પરિવર્તન કરે છે તો તેનો પ્રભાવ દરેક રાશિના જાતકના જીવન પર જોવા મળે છે. આ વર્ષની શરૂઆતમાં જ શનિએ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. જેના કારણે એક અત્યંત શુભ યોગનું નિર્માણ થયું છે.

કુંભ રાશિમાં શનિના પ્રવેશથી કેન્દ્ર ત્રિકોણ રાજયોગનું નિર્માણ થયું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રાજયોગ સૌથી શુભ યોગમાંથી એક છે. ધનના દેવી માતા લક્ષ્મીને ત્રિકોણ ભાવના દેવીની માન્યતા આપવામાં આવી છે. જ્યારે કેન્દ્ર ભાવના દેવતા તરીકે ભગવાન વિષ્ણુ બિરાજમાન હોય છે. તેવામાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગમાં જો નવમો ભાવ ઉચ્ચ હોય તો તેવા લોકોનો ભાગ્યોદય થાય છે. આ સ્થિતિમાં આ રાશિના જાતકોને નોકરી અને ધંધામાં પણ લાભ થાય છે. હાલ આ યોગ કઈ રાશિની કુંડળીમાં સર્જાયો છે અને કઈ રાશિના લોકોને ત્રિકોણ રાજ્યોથી લાભ થવાનો છે ચાલો તમને જણાવીએ.
આ પણ વાંચો:
શનિ સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મેળવવી હોય તો શનિવારે કરો ધૂપનો આ ઉપાય, શનિ થશે શાંત
Kaal Sarp Dosh: કાલ સર્પ દોષથી છુટકારો મેળવવો છે તો કરો આ ઉપાય, તુરંત જોવા મળશે અસર
Vastu Tips: રસોઈ સંબંધિત આ 4 ભુલ ન કરવી ક્યારેય, છીનવાઈ જશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે આ યોગ ખૂબ જ શુભ છે. આ સમય દરમિયાન નોકરીમાં પ્રમોશન મળશે. પરિવારની સમસ્યાઓ દૂર થશે. બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે અને નાણાકીય લાભ પણ થશે. જેના કારણે આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકોને આ યોગ દરમિયાન પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. તે પોતાના કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશે. જેના કારણે તેમનું સન્માન વધશે. લાંબા સમયથી ચાલી રહેલા કોર્ટ કેસનો ઉકેલ આવી શકે છે.
કુંભ રાશિ
આ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે. બૌદ્ધિક ક્ષમતા વધશે. વિવાહિત જીવનમાં લાંબા સમયથી આવેલું અંતર ઘટશે. લોકો તમારી તરફ આકર્ષિત થશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)