Ketu Nakshatra Parivartan 2024: જ્યોતિષશાસ્ત્રમાં જેને પાપી ગ્રહ કહેવાય છે તે કેતુ 4 માર્ચ 2024 ના રોજ સવારે 8 કલાક અને 52 મિનિટે હસ્ત નક્ષત્રમાં ગોચર કરશે. કેતુના આ ગોચર થી પાંચ રાશિના લોકોને પરેશાની નો સામનો કરવો પડી શકે છે. કેતુના નક્ષત્ર પરિવર્તનથી પાંચ રાશિના લોકોના જીવનમાં ઘણા પ્રકારના નકારાત્મક પ્રભાવ જોવા મળશે. ખાસ કરીને લોકોના બિઝનેસ, નોકરી, કારકિર્દી, લવ લાઈફ પર અસર થશે. તો ચાલો તમને પણ જણાવીએ કેતુનો હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કઈ પાંચ રાશિના લોકો માટે હાનિકારક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેતુના નક્ષત્ર પરિવર્તનની અસર


આ પણ વાંચો: Mahashivratri 2024: મહાશિવરાત્રી પર આ વિધિથી કરો શિવ પૂજા, મનની ઈચ્છા થશે પુરી


કર્ક રાશિ


કેતુના નક્ષત્ર પરિવર્તનથી કર્ક રાશિના લોકોના જીવનમાં નકારાત્મક પ્રભાવ જોવા મળશે. આ સમય દરમિયાન રિલેશનશિપ પર પણ અસર થશે. મિત્રો અને પ્રિયજન અલવિદા કહીને જીવનમાંથી જઈ શકે છે. આવી સ્થિતિમાં આ સમયે ભાવનાત્મક રીતે પણ પડકાર જનક સાબિત થશે. આ સમય દરમિયાન લાગણી પર નિયંત્રણ રાખવું નહીં તો કેતુનો ખરાબ પ્રભાવ સ્થિતિ વધારે ખરાબ કરશે. આ સમય દરમિયાન મનને શાંત રાખવું. તમે કોઈ નવી વસ્તુ શીખવા પર ફોકસ કરી શકો છો. 


આ પણ વાંચો: માર્ચ મહિનામાં 5 શક્તિશાળી ગ્રહનું થશે રાશિ પરિવર્તન, આ 6 રાશિના લોકો બનશે અમીર


કન્યા રાશિ


કેતુનું નક્ષત્ર પરિવર્તન આ રાશિના લોકોને આર્થિક સ્થિતિને અસર કરશે. આ સમય દરમિયાન બે હિસાબ ખર્ચ થશે અને બચત પણ નહીં થાય. આર્થિક સ્થિતિના કારણે ચિંતા પણ વધી શકે છે. તેથી અત્યારથી જ નક્કી કરી લો કે ખર્ચ ઓછો કરીને બચત કરશો. નહીં તો કરજ લેવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. કેતુના ખરાબ પ્રભાવથી બચવું હોય તો મન ભટકે નહીં તે વાતનું ધ્યાન રાખવું અને કામ પર ફોકસ કરવું. 


આ પણ વાંચો: Shukrawar Ke Upay: ઝડપથી બનવું હોય અમીર તો શુક્રવારે સંધ્યા સમયે કરવો આ ઉપાય


તુલા રાશિ


તુલા રાશિના લોકો માટે પણ આ સમયે ખર્ચાળ સાબિત થશે. તેમને આ સમય દરમિયાન પરેશાનીઓનો સામનો કરવો પડશે. જે લોકો શેર બજારમાં રોકાણ કરી રહ્યા છે તેમણે સંભાળીને રોકાણ કરવું. આ સમય દરમ્યાન જૂની ભૂલોને સુધારીને આગળ વધવું. જે લોકો વિદેશમાં સ્થાયી થવા માંગે છે તેમના માટે આ સમય પડકારજનક હશે. 


વૃશ્ચિક રાશિ


વૃશ્ચિક રાશિના લોકોને પણ આ સમય દરમિયાન નોકરી અને વેપારમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે. કારકિર્દીની બાબતમાં કેતુનો ખરાબ પ્રભાવ અણધાર્યા પરિણામ પણ આપી શકે છે. આ સમય દરમિયાન ધીરજથી કામ કરવું અને ઉતાવળ કરવાથી બચવું.


આ પણ વાંચો: Shivling At Home: ઘરમાં શિવલિંગ સ્થાપિત કરી શકાય કે નહીં ? જાણો આ પ્રશ્નનો સાચો જવાબ


મીન રાશિ


કેતુનો હસ્ત નક્ષત્રમાં પ્રવેશ વૈવાહિક જીવનને સૌથી વધુ અસર કરશે. આ સમય દરમિયાન ધીરજ રાખો ઉતાવળ કરવાથી અણધાર્યા પરિણામ નામ ભોગવવા પડશે. આ સમય દરમિયાન વાણી પર નિયંત્રણ નહીં રાખો તો સંબંધો ખરાબ થશે. જો કોઈ ખરાબ આદત હોય તો તેનાથી દૂર રહેજો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)