રહસ્યમયી કેતુની ચાલમાં મોટો ફેરફાર, સપ્ટેમ્બર સુધી આ 3 રાશિવાળાને થશે આકસ્મિક ધનલાભ, તિજોરીઓ ઓછી પડશે!
કેતુ એક એવો ગ્રહ છે જે જ્યારે જીવનમાં શુભ ફળ આપે છે ત્યારે અચાનક ખુબ સારા પરિણામ આપે છે. પરંતુ ખરાબ હોય તો અચાનક અશુભ ઘટનાઓ પણ ઘટે છે. આ ઘટનાઓનું કારણ કેતુ હોય છે. હાલમાં કેતુ ચંદ્રમાના હસ્ત નક્ષત્રમાં છે. કેતુએ 8 જુલાઈના રોજ હસ્ત નક્ષત્રના ત્રીજા ચરણમાંથી નીકળીને બીજા ચરણમાં પ્રવેશ કર્યો હતો. આ નક્ષત્રમાં કેતુ 8 સપ્ટેમ્બર સુધી રહેશે.
જ્યોતિષમાં રાહુ અને કેતુને રહસ્યમય ગ્રહોની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. જન્મકુંડળીમાં આ બંને ગ્રહો આમને સામને રહે છે અને વિપરિત પ્રભાવ નાખે છે. કેતુ એક એવો ગ્રહ છે જે જ્યારે જીવનમાં શુભ ફળ આપે છે ત્યારે અચાનક ખુબ સારા પરિણામ આપે છે. પરંતુ ખરાબ હોય તો અચાનક અશુભ ઘટનાઓ પણ ઘટે છે. આ ઘટનાઓનું કારણ કેતુ હોય છે. હાલમાં કેતુ ચંદ્રમાના હસ્ત નક્ષત્રમાં છે. કેતુએ 8 જુલાઈના રોજ હસ્ત નક્ષત્રના ત્રીજા ચરણમાંથી નીકળીને બીજા ચરણમાં પ્રવેશ કર્યો હતો. આ નક્ષત્રમાં કેતુ 8 સપ્ટેમ્બર સુધી રહેશે. કેતુના ચંદ્રમાના નક્ષત્રમાં આવવાથી કઈ રાશિઓના ધનના ભંડાર વધશે તે જાણો...
મેષ રાશિ
મેષ રાશિવાળા માટે કેતુનું નક્ષત્ર પરિવર્તન ફાયદાકારક રહેશે. આ સમયગાળામાં તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. આ સાથે જ વેપાર અને નોકરીમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. લગ્નજીવન સારું રહેશે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. કેતુના પ્રભાવથી તમારા મનની ઈચ્છાઓ પૂરી થઈ શકે છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિવાળાઓ માટે કેતુનું નક્ષત્ર પરિવર્તન લાભકારી રહેશે. આ સમયગાળામાં તમારી આવક વધી શકે છે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. કાર્યસ્થળ પર તમને કોઈ મોટી ઉપલબ્ધિ મળી શકે છે. ધનની બચત કરવામાં સફળ રહેશો. આ સમયગાળામાં લોકો તમારા તરફ આકર્ષિત થશે. માન સન્માન વધશે. નોકરીની શોધ કરી રહેલા જાતકોને સારા સમાચાર મળી શકે છે. જમીન, મકાન કે વાહનની ખરીદી શક્ય છે.
મકર રાશિ
મકર રાશિવાળા માટે કેતુનું નક્ષત્ર પરિવર્તન અત્યંત શુભ ફળ આપનારું રહેશે. આ સમય દરમિયાન તમને અચાનક ધનલાભ થશે. વેપારીઓ માટે આ સમય નફો કરનારો રહેશે. જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે. આર્થિક સ્થિતિ સુધરશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈરાયી કરનારા જાતકો માટે આ સમય સારો રહેશે. સાહસ અને પરાક્રમમાં વધારો થવાથી કાર્યોમાં સફળતા મળશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)