Ketu Gochar: ઓક્ટોબર મહિનાના અંતે થનારા ગ્રહોના રાશિ પરિવર્તનમાં કેતુ 30 ઓક્ટોબરે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 18 મહિના સુધી કેતુ કન્યા રાશિમાં રહેશે. માર્ચ 2025 સુધી કેતુનું કન્યા રાશિમાં રહેશે. તેનાથી તમામ રાશિઓ પર અસર થશે. જો કે કેતુના રાશિ પરિવર્તનનો પ્રભાવ વૃષભ રાશિના લોકોના જીવનના વિવિધ પાસાઓ પર પડશે. ચાલો તમને જણાવીએ વૃષભ રાશિને મળનારા ફળ વિશે.
 
કન્યા રાશિમાં પ્રવેશ કરી રહેલા કેતુને કારણે આ રાશિના લોકોની માનસિક સ્થિતિ થોડી નબળી પડી શકે છે. તમારે બિનજરૂરી મુંજવણ અને તણાવનો સામનો કરવો પડી શકે છે.  સંતાનના કરિયરને લઈને ચિંતા થઈ શકે છે. તેની કારકિર્દી માટે નક્કર આયોજન કરવું પડશે. તેમની ચિંતામાં વધારો થશે. તેમના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


રાહુના મીન રાશિમાં પ્રવેશથી આ રાશિઓના લોકોનું સ્વાસ્થ્ય થશે પ્રભાવિત, રહેવું સાવધાન


રાશિફળ 29 ઓક્ટોબર : રવિવાર કઈ રાશિ માટે શુભ અને કોણે રહેવું સાવધાન જાણો રાશિફળ પરથી


દિવાળી પહેલા શુક્ર-શનિ ભરી દેશે 4 રાશિઓની ખાલી તિજોરી, રુપિયામાં રમશે આ લોકો


વૃષભ રાશિના લોકોને કરિયરના ક્ષેત્રમાં સારી સફળતા મળી શકે છે, જે લોકો સંશોધન સંબંધિત કામ કરે છે તેમને સારી તકો મળી શકે છે. કમ્પ્યુટર પર કામ કરતા લોકોએ સાવચેત રહેવું. આ સાથે મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ સાચવીને રાખવા. 


વિદ્યાર્થીઓએ ખંતથી અભ્યાસ કરવો, તો જ સફળતા પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેવાનો છે. તેમને શિક્ષણ ક્ષેત્રે સારા પરિણામ મળવાના ચાન્સ રહેશે. પ્રેમ સંબંધોમાં કપલ વચ્ચે ગેરસમજને કારણે ઘર્ષણ વધી શકે છે.


આ સમય દરમિયાન સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી તમારે તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. જો કોઈ રોગ સામે આવે તો જરૂરી સારવાર તુરંત કરો. પેટ સંબંધિત સમસ્યાઓ માટે સાવચેત રહો. વેપારીઓ તેમના વ્યવસાયમાં સારી પ્રગતિ અને કમાણી કરી શકશે. તેઓએ ફક્ત તેમના વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)