નવી દિલ્હીઃ વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર શુભ અને અશુભ યોગ બનાવે છે. જેનો પ્રભાવ માનવ જીવન પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે 48 વર્ષ બાદ શૂલ અને ખપ્પર યોગ એક સાથે બનવા જઈ રહ્યાં છે. કારણ કે 7 જાન્યુઆરીથી લઈને 7 માર્ચ સુધી મહિનામાં 5 શનિવાર, 5 મંગળવાર અને 5 રવિવાર આવવાથી આ યોગ બને છે. આ ખુબ અશુભ હોય છે. તેમાં પ્રાકૃતિક આપદા, દુર્ઘટના, યુદ્ધ, રેલ અકસ્માત વગેરે થાય છે. સાથે શૂલ યોગ એ રીતે બને છે જ્યારે ગોચરની અંદર 7 ગ્રહ 3 રાશિઓમાં આવે છે. તેવામાં આ યોગ બનવાથી કેટલાક જાતકોની મુશ્કેલી વધી શકે છે. આવો જાણીએ તે રાશિ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિથુન રાશિ
તમારા માટે શૂલ અને ખપ્પર યોગ નુકસાનદાયક સાબિત થઈ શકે છે. કારણ કે તમારી રાશિથી મૃત્યુ સ્થાનમાં 4 ગ્રહ આવી રહ્યાં છે. મંગળ, શુક્ર, સૂર્ય અને બુધ. તો તમારી રાશિનો સ્વામી મૃત્યુ સ્થાનમાં છે. સાથે તમારા સંતાનનો સ્વામી મૃત્યુ સ્થાનમાં છે. તેથી આ સમયે તમારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. સાથે તમને આર્થિક નુકસાન થઈ શકે છે. કોઈ વિષયને લઈને તણાવમાં રહી શકો છો. આ સમયમાં તમારે યાત્રાથી બચવું જોઈએ. 


આ પણ વાંચોઃ 100 વર્ષ બાદ બનશે ચતુર્ગ્રહી યોગ, આ ત્રણ જાતકોનું ભાગ્ય ચમકી જશે, પ્રમોશન-ધનલાભ થશે


સિંહ રાશિ
શૂલ અને ખપ્પર યોગ બનવાથી સિંહ રાશિના જાતકોની મુશ્કેલી વધી શકે છે. કારણ કે તમારી રાશિથી ધનનો સ્વામી બુધ દેવાના ઘરમાં છે. તેથી દરિદ્ર યોગ પણ બની રહ્યો છે. સાથે કરિયરનો સ્વામી છઠ્ઠા ભાવમાં હોવાથી દૈન્ય યોગ બની રહ્યો છે. તેથી આ સમયે તમારા પર દેવું થઈ શકે છે. સાથે નુકસાન થઈ શકે છે. આ સમયમાં તમારે ક્રોધ પર નિયંત્રણ રાખવું જોઈએ. બાકી તમારી કોઈ સાથે લડાઈ થઈ શકે છે. તોઈ કેસ થઈ શકે છે. આ સમયમાં તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ. 


વૃશ્ચિક રાશિ
તમારા માટે શૂલ અને ખપ્પર યોગ નુકસાનદાયક સાબિત થઈ શકે છે. કારણ કે તમારી રાશિના સ્વામી મંગળ, બુધ, શુક્રની સાથે ત્રીજા ભાવમાં છે. તો ગુરૂ અને ચંદ્રમા છઠ્ઠા ભાવમાં છે તો સૂર્ય અને શનિ ચોથા સ્થાન પર છે. તેથી આ સમયે તમે તણાવમાં રહી શકો છો. સાથે કોઈ પરિવારજન સાથે તમારી લડાઈ થઈ શકે છે. આ સમયે તમારે કોઈને પૈસા ઉધાર ન દેવા જોઈએ. બાકી તે ડૂબી શકે છે. આ સમયે જીવનસાથી સાથે સમસ્યા થઈ શકે છે.