નવગ્રહોમાં એક સૌથી શુભ ગ્રહ શુક્રને સૌંદર્ય, ઐશ્વર્ય, પ્રેમ, શારીરિક આકર્ષણ, રત્ન, આભૂષણ કળા, સુંદરતા,સ્વચ્છતા, ખજાના, સફેદ રંગ, ભૌતિક સુખ વગેરે 64 કળાનો કારક ગ્રહ ગણવામાં આવે છે. તેમના રાશિ પરિવર્તનથી આ બધા પહેલુઓ પર અસર પડતી હોય છે. 12 જૂનના રોજ શુક્ર મેષ રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તનની અસર તમામ રાશિઓ પર થશે. પરંતુ 3 રાશિના જાતકોને સૌથી વધુ સકારાત્મક અસર થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માલવ્ય રાજયોગ શું છે?
વૈદિક જ્યોતિષમાં માલવ્ય રાજયોગને એક શક્તિશાળી અને સૌભાગ્યશાળી યોગ ગણવામાં આવ્યો છે. આ યોગ સફળતા અને પ્રસિદ્ધિની સાથે સાથે ધન અને જીવનના તમામ ભૌતિક સુખ પ્રદાન કરે છે. કોઈ વ્યક્તિની કુંડળીમાં આ યોગ ત્યારે બને છે જ્યારે શુક્ર કુંડળીના કેન્દ્રભાવોમાં બેસે છે. આ યોગ બનવા માટે શુક્રને પ્રથમ, ચતુર્થ, સપ્તમ કે દશમ કેન્દ્રભાવમાં હોવું જરૂરી છે. આ યોગ જ્યારે શુક્ર પોતાની સ્વરાશિ વૃષભ કે તુલામાં હોય અને પોતાની ઉચ્ચ રાશિ મીનમાં હોય ત્યારે સૌથી સારી અસર આપે છે. આ રાશિ વાળાને માલવ્ય યોગ શુભ અસર આપશે. 


વૃષભ રાશિ
શુક્ર ગોચર બનવાથી માલવ્ય રાજયોગ વૃષભ રાશિના જાતકો માટે લાભકારી સિદ્ધ થશે. ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે જે જાતકો વિદેશ જવા ઈચ્છતા હોય તેઓ જઈ શકે છે. સારી નોકરીના પ્રસ્તાવ આવશે. ધન સંપત્તિ વધશે, આવકના નવા સ્ત્રોત ખુલશે. વેપારીઓને મોટી ડીલ થવાની શક્યતા છે. પત્ની સુખ ઉત્તમ રહેશે,  લાઈફ પાર્ટનરનો પૂરેપૂરો સાથ મળશે. 


કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો પર માલવ્ય રાજયોગના પ્રભાવથી ભાગ્યોદય થવાના યોગ છે. કરિયર, વેપાર, રાજનીતિક સામાજિક જીવન, સ્વાસ્થ્ય, લવ લાઈફની કૌટુંબિક સ્થિતિ સહિત તમામ ક્ષેત્ર અને કામ પર સકારાત્મક અસર હશે. વિદ્યાર્થીઓને સારી સંસ્થામાં પ્રવેશ મળી શકે છે. બિઝનેસમાં નફો વધશે. રાજકીય નેતાઓ જનતાનો ભરોસો જીતવામાં સફળ રહેશે. 


ધનુ રાશિ
માલવ્ય રાજયોગની શુભ અસરથી ધનુ રાશિના જાતકો યોગ્ય રણનીતિથી અપાર ધન કમાઈ શકે છે. કોઈ સ્થાપિત રાજનૈતિક નેતા સાથે સંપર્ક થશે. સરકારી ટેન્ડર મળી શકે છે. વાહન અને મકાન સુખ મળે તેવા યોગ છે. સંતાનનું વિદેશમાં ભણવામાં સપનું પૂરું થઈ શકે છે. લવ લાઈફમાં વાત લિવ ઈનથી લગ્ન સુધી પહોંચી શકે છે. પરિવારનો સાથ મળશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)