Pitru Paksha 2023: દીકરો ન હોય તો કોણ કરી શકે શ્રાદ્ધ ? જાણો પિતૃ પક્ષનો ખાસ નિયમ
Pitru Paksha 2023: જો કોઈ વ્યક્તિને પિતૃ દોષના કારણે સમસ્યાઓ થતી હોય તો આ દોષના નિવારણ માટે પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ, તર્પણ જેવી વિધિ કરવામાં આવે છે. આ વિધિ સામાન્ય રીતે મૃત વ્યક્તિનો દીકરો કરે છે. પરંતુ જો કોઈ વ્યક્તિને દીકરો ન હોય અથવા તેની ગેરહાજરી હોય તો પરિવારમાંથી કોણ શ્રાદ્ધ કર્મ કરી શકે ચાલો તમને જણાવીએ.
Pitru Paksha 2023: સનાતન ધર્મમાં પિતૃ પક્ષનું વિશેષ મહત્વ હોય છે. જો કોઈ વ્યક્તિના જીવનમાં કાર્ય પૂર્ણ થવામાં બાધા આવતી હોય તો તે પિતૃદોષનો સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં પિતૃ પક્ષ દરમ્યાન વિવિધ જ્યોત્સીય ઉપાય કરીને પિતૃઓના આશીર્વાદ મેળવી શકાય છે. જ્યારે પણ પિતૃ પક્ષની શરૂઆત થાય તો તેથી અનુસાર પિતૃઓનું શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. આમ કરવાથી પિતૃદોષ દૂર થાય છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે.
આ વર્ષે પિતૃપક્ષ 29 સપ્ટેમ્બર થી શરૂ થયો છે અને 14 ઓક્ટોબર સુધી ચાલશે. પિતૃ પક્ષ દરમિયાન સામાન્ય રીતે દીકરો શ્રાદ્ધ કર્મ કરે છે. પરંતુ દીકરો હાજર ન હોય અથવા તો દીકરો હોય જ નહીં તો પિતૃઓનું તર્પણ કોણ કરી શકે ? આ પ્રશ્ન ઘણા લોકોને સતાવતો હોય છે. પિતૃઓનું શ્રાદ્ધ કે તર્પણ યોગ્ય રીતે કરવામાં આવે તો જ પિતૃઓને સંતુષ્ટી મળે છે.
આ પણ વાંચો:
મંગળના રાશિ પરિવર્તનથી 3 રાશિઓ પર થશે ધનવર્ષા, દિવાળી સુધીમાં બનશે લખપતિ
Astro Tips: કુંડળીમાં આ ગ્રહની મજબૂત સ્થિતિ વ્યક્તિને આપે છે રાજા જેવું જીવન
અશુભ ગુરુ ચાંડાલ યોગ થશે સમાપ્ત, આ 3 રાશિના લોકોના જીવનમાં ખુશીઓની થશે એન્ટ્રી
દીકરાની ગેરહાજરીમાં કોણ કરી શકે શ્રાદ્ધ?
- ધાર્મિક વિદ્વાનો અનુસાર શ્રાદ્ધ કરવાનો અધિકાર માત્ર દીકરાને હોય છે. જો કોઈ વ્યક્તિને દીકરો ન હોય તો તેનું શ્રાદ્ધ ભાઈનો દીકરો કરી શકે છે.
- જો કોઈ વ્યક્તિને બે દીકરા હોય તો શ્રાદ્ધ કરવાનો પહેલો અધિકાર મોટા દીકરાને હોય છે. જો કોઈ કારણોસર મોટો દીકરો ન હોય તો નાનો દીકરો તર્પણ કરી શકે છે.
- જો ઘરનો મોટો દીકરો વિવાહિક હોય તો તેને પત્ની સાથે મળીને શ્રાદ્ધ કરવું જોઈએ તેનાથી પિતૃ પ્રસન્ન થાય છે.
- જો કોઈ ઘરમાં મૃત વ્યક્તિનો ભાઈ કે ભત્રીજો ન હોય તેવી સ્થિતિમાં તેની દીકરીનો દીકરો શ્રાદ્ધ કરી શકે છે. આ ઉપાય કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)