Silver Kada Benefits Astrology: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર લોકો ગ્રહો અનુસાર રત્નો અને ધાતુઓ ધારણ કરે છે. ઘણીવાર લોકો ચાંદીનું કડુ પહેરે છે. જોકે ઘણા લોકો સોના, તાંબુ, પિત્તળ, લોખંડ જેવી વિવિધ ધાતુઓના કડા પણ પહેરે છે. આ બધામાં ચાંદીનું કડું સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. જ્યોતિષમાં પણ તેના ઘણા ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. જો તમે પણ તમારા હાથમાં ચાંદીનું કડું પહેરો છો તો આજે અમે તમને તેના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. વાસ્તવમાં, જ્યોતિષશાસ્ત્રમાં ચાંદીની ધાતુને ચંદ્ર અને શુક્ર સાથે સંબંધિત માનવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. હાથમાં ચાંદીનું કડુ પહેરવાથી શુક્ર અને ચંદ્ર સંબંધિત ગ્રહ દોષ દૂર થાય છે. જો તમારી કુંડળીમાં આ ખામી છે તો તમારે પણ ચાંદીનું કડુ પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ.


2. ચાંદીનું કડું પહેરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. ઘરમાં ક્યારેય આર્થિક તંગી રહેતી નથી. પ્રતિકૂળ સંજોગોમાં પણ તમારી પાસે પૈસાની અછત થતી નથી.


આ પણ વાંચો:
The Kerala Story પર ભડક્યા CM પિનરાઈ વિજયન, આરએસએસ પર કર્યો પ્રહાર, કહ્યું આ ફિલ્મ
અંબાલાલે કહ્યું; આ આગાહીથી બચીને રહેજો, જાણો ક્યારે આવશે વાવાઝોડું? ક્યાં મચશે તબાહી
કર્ણાટકમાં પીએમ મોદીની સુરક્ષામાં ચૂક! ફૂલની સાથે ફેંકવામાં આવ્યો મોબાઇલ, જુઓ Video


3. ચાંદી ઠંડક આપે છે. તે ચંદ્ર સાથે સંબંધિત છે. તેને પહેરવાથી મન શાંત અને એકાગ્ર બને છે. જો તમને ખૂબ ગુસ્સો આવતો હોય તો તમે ચાંદીનું કડું પહેરી શકો છો.


4. જ્યોતિષમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ચાંદીને સકારાત્મક ઉર્જા વધારનારી ધાતુ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં હાથમાં ચાંદીનું કડુ અથવા બ્રેસલેટ પહેરવાથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મકતા વધે છે.


5. જો તમારી કુંડળીમાં ચંદ્ર નબળો છે, તો તમે જ્યોતિષની સલાહ લીધા પછી ચાંદીનું કડું પહેરી શકો છો. 


(Disclaimer:અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો:
અમદાવાદના આ વિસ્તારોમાં પડ્યો ચોમાસા જેવો ધોધમાર વરસાદ, અનેક વિસ્તારમાં ટ્રાફિક જામ
કોણ બનશે કર્ણાટકનો કિંગ? ભાજપ-કોંગ્રેસનો આક્રમક પ્રચાર, એકબીજા પર વાર-પલટવાર 
રાશિફળ 01 મે: આ 4 રાશિવાળાને ગ્રહ ગોચર કરાવશે અઢળક લાભ, ભોળાનાથની પણ અપાર કૃપા રહેશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ
 : facebook | twitter | youtube