Shiv Puja Rules: શાસ્ત્રો અનુસાર દરેક ભગવાનની પૂજા કરવાના કેટલાક વિશેષ નિયમ હોય છે. જો આ નિયમ અનુસાર પૂજા કરવામાં આવે તો વ્યક્તિની મનોકામના ઝડપથી પૂર્ણ થાય છે. આવા જ નિયમો ભગવાન શિવની પૂજા કરવા માટેના પણ છે. ગણતરીના દિવસોમાં જ શ્રાવણ મહિનાની શરૂઆત થશે. ત્યારે શિવ મંદિરોમાં ભક્તોના ઘોડાપૂર ઉમટશે. લોકો શ્રદ્ધાથી શિવ ભગવાનની પૂજા કરે છે પરંતુ કેટલીક વખત જાણકારીના અભાવના કારણે કરેલી પૂજાનું ફળ મળતું નથી. ત્યારે આજે તમને જણાવીએ કે ભગવાન શિવને જળ અર્પણ કરવાના અને તેમની પૂજાના કયા કયા નિયમોનું પાલન થવું જરૂરી છે. જો આ નિયમ અનુસાર તમે શિવજીની પૂજા કરશો તો ચોક્કસથી તમારી મનોકામના ભગવાન શિવ પૂરી કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


શિવ પૂજા કરવાના નિયમ


આ પણ વાંચો:


Astro Tips: બે દિવસ બાદ સર્જાશે બુધ-સૂર્યની યુતિ, બે શુભ યોગ આ રાશિઓને કરાવશે ધન લાભ


શનિ દેવને કરવા હોય ઝડપથી પ્રસન્ન તો શનિવારે પહેરો આ રંગના કપડા, શુભ રહેશે શનિવાર


17 જુલાઈએ સૂર્યનું રાશિ પરિવર્તન, જાણો સૂર્યના ગોચરથી 12 રાશિઓ પર કેવો પડશે પ્રભાવ

કઈ દિશા તરફ ચઢાવવું જળ


ભગવાન શિવને જળ ચઢાવતી વખતે તમારું મુખ કઈ દિશામાં છે તે ખૂબ જ મહત્વનું હોય છે. શાસ્ત્રો અનુસાર ક્યારેય પૂર્વ દિશા તરફ મુખ કરીને શિવજીને જલ ન ચડાવવું. હંમેશા ઉત્તર દિશા તરફ મુખ રાખીને શિવજીને જળ ચઢાવવું જોઈએ. 



કયા પાત્રનો કરવો ઉપયોગ


શિવલિંગ ઉપર જળ અર્પણ કરતી વખતે તાંબા ચાંદી કે કાંસાના પાત્રનો જ ઉપયોગ કરવો. શિવજીને જળ ચઢાવવા માટે ક્યારેય સ્ટીલના વાસણનો ઉપયોગ કરવો નહીં તેનાથી ભગવાન શિવૃષ્ટ થઈ જાય છે. પરંતુ જો શિવજીને દૂધ ચડાવવું હોય તો દૂધને તાંબામાં વાસણમાં ન ભરવું.



ઉતાવળમાં ન કરો શિવ અભિષેક


ઘણા લોકો ઓફિસ જતા પહેલા મંદિરે જતા હોય છે તેવામાં તેઓ શિવજી ઉપર જળ ઝડપથી રેડી દેતા હોય છે. આવી રીતે ઉતાવળમાં ક્યારેય પૂજા ન કરવી. શાસ્ત્ર અનુસાર શિવજીને જળ હંમેશા ધીમીધારે અર્પણ કરવું જોઈએ.



ઉભા ઉભા ન ચઢાવો જળ


શિવ મંદિરમાં જ્યારે તમે શિવલિંગ ઉપર જલ અર્પણ કરો ત્યારે હંમેશા આસન પાથરી તેના પર બેસીને જલ અર્પણ કરવું. શિવલિંગ પાસે ઊભા રહીને ઉતાવળમાં જળ અર્પણ કરવાથી પુણ્ય પ્રાપ્ત થતું નથી.



જલમાં ન ઉમેરો અન્ય કોઈ વસ્તુ


ઘણા લોકો આ ભૂલ કરતા હોય છે તેઓ શિવજીને ચઢાવવાના જળમાં ચોખા ફૂલ જેવી વસ્તુઓ ઉમેરી દેતા હોય છે પરંતુ આમ ક્યારેય કરવું નહીં આમ કરવાથી જલની પવિત્રતાનો નાશ થઈ જાય છે.



(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)