Kaal Sarp Dosh Upay: જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવેલ તમામ પ્રકારના દોષોમાં કાલસર્પ દોષને ખૂબ જ અશુભ અને સમસ્યાઓ પેદા કરનારો માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે પણ વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષ હોય છે, તેણે જીવનમાં હંમેશા કોઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે. ઘણી વાર આવા વ્યક્તિના કામમાં અનેક પ્રકારના અવરોધો આવે છે, એટલું જ નહીં બનતા કામ પણ બગડી જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ અને કેતુ મળીને કોઈપણ વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષ બનાવે છે. આ બે છાયા ગ્રહોના કારણે તેના મહત્વપૂર્ણ અને શુભ કાર્યમાં ઘણીવાર અવરોધો આવે છે અને તમામ પ્રયત્નો પછી પણ તેને શુભ ફળ મળતું નથી.


આ પણ વાંચો:


શરુ થયો ગ્રહણ યોગ, શનિ-રાહુ, સૂર્ય સાથે મળી મચાવશે તાંડવ, 30 દિવસ આ લોકો માટે ભારી


રોટલી માટે લોટ બાંધતી વખતે ભુલ્યા વિના કરો આ કામ, ઘરમાં હંમેશા રહેશે બરકત


કંગાળ કરી શકે છે અક્ષય તૃતીયા પર કરેલી આ ભુલ, માતા લક્ષ્મી થાય છે નારાજ


જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ અને કેતુ એવા બે છાયા ગ્રહ છે, જેમના નામનો ઉલ્લેખ થતાં જ વ્યક્તિ કોઈ પણ ખરાબીથી ડરવા લાગે છે. આ બે ગ્રહોના કારણે થતા દોષોને કારણે જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓ આવવા લાગે છે. જેના કારણે કાલસર્પ દોષ ઘણીવાર જીવનમાં અનેક અવરોધો પેદા કરે છે, તેને દૂર કરવા માટે અનેક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. ચાલો જાણીએ કુંડળીમાંથી કાલસર્પ દોષ દૂર કરવાની સરળ ઉપાય વિશે જાણીએ. 


શું હોય છે કાલસર્પ દોષ?
ધાર્મિક માન્યતાઓ અનુસાર, જ્યારે વ્યક્તિની કુંડળીમાં રાહુ અને કેતુની વચ્ચે બધા ગ્રહો આવે છે, ત્યારે તેને કાલસર્પ દોષ માનવામાં આવે છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ દોષનો યોગ ક્યારે રચાય છે? વાસ્તવમાં, રાહુ અને કેતુ સિવાય, જ્યારે અન્ય સાત ગ્રહો એક તરફ હોય અને બીજી બાજુ કોઈ અન્ય ગ્રહ ન હોય, ત્યારે આ સ્થિતિને કાલસર્પ યોગ કહેવામાં આવે છે.


કાલસર્પ દોષથી બચવાના ઉપાય


1. હિંદુ માન્યતા અનુસાર, ભગવાન ગણેશની પૂજા કાલસર્પ દોષના ખરાબ પ્રભાવથી રક્ષણ આપે છે. ગણપતિની સાથે મા સરસ્વતીની પૂજા કરવાથી પણ કાલસર્પ દોષ સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે.


2. એવું માનવામાં આવે છે કે દેવતાઓના દેવ મહાદેવની પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. આવી સ્થિતિમાં જો તમારી કુંડળીમાં કાલસર્પ દોષ હોય તો પૂજા કરતી વખતે રુદ્રાક્ષની માળા સાથે રોજ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. મહાદેવના આ મહામંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરવો જોઈએ. 


3. કાલસર્પ દોષ દૂર કરવા માટે દાન અને દક્ષિણા પણ શુભ માનવામાં આવે છે. બુધવારે કાળા કપડા અથવા મગની દાળ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે.


4. જો કાલસર્પ દોષના કારણે તમારા કામમાં વારંવાર અવરોધો આવે છે, તો તેનાથી બચવા માટે કોઈ મંદિરમાં જઈને એક મોટો તાંબાનો સાપ બનાવીને શિવલિંગ પર ચઢાવો. પરંતુ, ધ્યાન રાખો કે સાપની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી જ તેને શિવલિંગ પર ચડાવો. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)