Mohini Ekadashi: વર્ષ દરમિયાન કુલ 24 એકાદશી આવે છે. જેમાંથી એક મોહિની એકાદશી પણ છે. આ એકાદશીને પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે વ્રત રાખવાથી અને કેટલાક ઉપાયો કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તે તમામ પ્રકારના પાપોમાંથી મુક્ત થાય છે. મોહિની એકાદશી પર જે વ્યક્તિ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી સંપૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત કરે છે તેના સર્વે પાપોનો નાશ થાય છે.  
 
- જો તમે કોઈપણ પ્રકારની આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો તો મોહિની એકાદશીના દિવસે પીળી વસ્તુઓ જેવી કે કપડા, ખાવાની વસ્તુઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


વર્ષના પહેલા ચંદ્રગ્રહણ પર મેષ રાશિમાં સર્જાશે ચતુર્ગ્રહી યોગ, આ 4 રાશિએ રહેવુ સતર્ક


આ રાશિની યુવતીઓને માનવામાં આવે છે લક્ષ્મીજીનું સ્વરુપ, પતિ માટે સાબિત થાય છે લકી


મંગળ ગ્રહ કરશે કર્ક રાશિમાં પ્રવેશ, આ રાશિ પરિવર્તનથી 3 રાશિઓની વધશે આવક


- મોહિની એકાદશીના દિવસે દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ દિવસે દાન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.


- આ દિવસે તમારા ઘરની છત પર પીળો ધ્વજ લગાવો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ સિવાય ખીર બનાવી તેમાં તુલસીનું પાન મુકી ભગવાન વિષ્ણુને અર્પણ કરો. તેનાથી ભગવાનના આશીર્વાદથી જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે. 


- મોહિની એકાદશીના દિવસે ગલગોટાના ફૂલનો છોડ લગાવવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ દિવસે ઘરની ઉત્તર દિશામા ગલગોટાના ફૂલ લગાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે.  


- ભગવાન વિષ્ણુને તુલસીનો છોડ ખૂબ જ પ્રિય છે, તેથી જો તમે ઈચ્છો છો કે એકાદશી પર તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તો એકાદશીના દિવસે ઘરમાં તુલસીનો છોડ અવશ્ય વાવો.  


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)