નવી દિલ્લીઃ રુદ્રાક્ષ ત્યારે જ શુભ ફળ આપે છે જ્યારે તેને વિધિ વિધાનથી પહેરવામાં આવે અને રુદ્રાક્ષ ધારણ કર્યા બાદ વ્યક્તિ જરૂરી નિયમોનું પાલન કરે. નહીં તો રુદ્રાક્ષ અપવિત્ર થઈ જાય છે અને ફાયદાની જગ્યાએ નુકસાન કરાવે છે. હિંદૂ ધર્મમાં રુદ્રાક્ષનું ખૂબ જ મહત્વ છે. માનવામાં આવે છે કે રુદ્રાક્ષ ભોળાનાથના આંસુથી બનેલું છે. રુદ્રાક્ષ પહેરવાના અનેક ફાયદાઓ છે. ધર્મ, જ્યોતિષ અને વિજ્ઞાનમાં પણ રુદ્રાક્ષ પહેરવાના ફાયદા ગણાવવામાં આવ્યા છે. તેને પહેરવું અનેક સંકટોથી બચાવે છે, વિચારધારાને હકારાત્મક રાખે છે. પરંતુ તે ત્યારે જ શુભ ફળ આપે છે જ્યારે તેને વિધિ વિધાનથી પહેરવામાં આવે અને રુદ્રાક્ષ ધારણ કર્યા બાદ વ્યક્તિ જરૂરી નિયમોનું પાલન કરે. નહીં તો રુદ્રાક્ષ અપવિત્ર થઈ જાય છે અને ફાયદાની જગ્યાએ નુકસાન કરાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ લોકોએ ન પહેરવો જોઈએ રુદ્રાક્ષ-
માનવામાં આવે છે કે જન્મ લીધાના થોડા સમય બાદ માતા અને બાળક અશુદ્ધ હોય છે. એવામાં માતાએ ભૂલથી પણ રુદ્રાક્ષ ન પહેરવો જોઈએ. આ સિવાય જે લોકો રુદ્રાક્ષ ધારણ કરે છે તેમણે આવા રૂમમાં ન જવું જોઈએ, જ્યાં માતા અને બાળક છે. જો રુદ્રાક્ષ પહેર્યો છે તો સૂતર હટ્યા બાદ જ નવજાત કે તેની માતા પાસે જાઓ અથવા તો આવા રૂમમાં પ્રવેશ કરતા પહેલા રુદ્રાક્ષ ઉતારીને રાખી દો.


આ દરમિયાન ભૂલથી ન પહેરો રુદ્રાક્ષ-
- રુદ્રાક્ષ પહેરીને ધુમ્રપાન કે માંસાહાર ન કરો. આનાથી રુદ્રાક્ષ અપવિત્ર થઈ જાય છે અને તમને ફાયદાની જગ્યાએ મોટું નુકસાન થઈ શકે છે.


-ઉંઘતા સમયે રુદ્રાક્ષ ન પહેરવો જોઈએ. સારું રહેશે કે રોજ રાત્રે સુતા પહેલા રુદ્રાક્ષને ઉતારી દો અને તકિયા નીચે રાખી દો. આનાથી મન શાંત રહે છે, ખરાબ સપના નથી આવતા અને સારી ઉંઘ આવે છે.


-સ્મશાન યાત્રામાં રુદ્રાક્ષ પહેરીને ન જવું જોઈએ. એવું કરવાથી રુદ્રાક્ષ અશુદ્ધ થઈ જાય છે અને તે તમારા જીવન પર ખરાબ અસર કરે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE Media તેની પુષ્ટિ નથી કરતું.)