Bird Nest in the House: પક્ષીઓ પોતાના અને બચ્ચા માટે અલગ અલગ જગ્યાએ માળો બાંધતા હોય છે. પરંતુ કેટલાક પક્ષી એવા હોય છે જે માળો ઘરની અંદર બાંધે છે. ઘરના કોઈ ખૂણામાં જ્યારે પક્ષી માળો બનાવે છે તો તેનાથી ઘર ગંદુ થાય છે. તેથી મોટાભાગના લોકો પક્ષીઓને ઘરમાં ઘૂસવા દેતા નથી અને જો તે માળો બનાવે તો તેને પણ હટાવી દે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક પક્ષીઓ જો તમારા ઘરમાં આવીને માળો બનાવે તો તેને અત્યંત શુભ માનવામાં આવે છે ? આ પક્ષીઓનો માળો ઘરમાંથી ક્યારેય દૂર કરવો નહીં. ઘરમાં પક્ષીનું આવવું અને માળો બનાવવું ધન સમૃદ્ધિના આગમનનો સંકેત હોય છે. આજે તમને જણાવીએ કે ઘરમાં કયા પક્ષીઓ માળો બનાવે તો તેને શુભ માનવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


મહેનત કર્યા પછી પણ નથી મળતી સફળતા ? તો ઘરે લઈ આવો કેળના મૂળનો એક ટુકડો અને કરો આ કામ


માં દુર્ગાના શૃંગાર માટે જરૂરી છે 7 વસ્તુઓ, કોઈ વસ્તુ ભુલી ગયા હોય તો આજે જ ચઢાવો


બુધનું ગોચર આ રાશિના લોકોના જીવનમાં લાવશે ભૂકંપ, દરેક વસ્તુ માટે રહેવું પડશે નિર્ભર


ચકલીનો માળો - જો ચકલી તમારા ઘરમાં આવીને માળો બનાવે તો તેને શુભ માનવામાં આવે છે. ચકલીનો માળો સકારાત્મકતા નું સૂચક છે તેનો અર્થ થાય છે કે તમારા ઘરમાં ટૂંક સમયમાં જ સુખ, સમૃદ્ધિ અને ધનનું આગમન થશે. 


મરઘી - જો અચાનક તમારા ઘર માં મરઘી આવે અને પોતાના ઈંડા મૂકે તો તે પણ સકારાત્મક સંકેત છે તેનાથી ભાગ્ય ચમકે છે અને જીવનમાં આવેલા સંકટ દૂર થાય છે.


કીડી - જો તમારા ઘરમાં થી અચાનક કાળી કીડી નીકળવા લાગે તો તે શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ થાય છે કે તમારા જીવનમાં આવેલા સંકટ દૂર થશે. જોકે ઘરમાં લાલ કીડી નીકળે તેને અશુભ માનવામાં આવે છે.


ઘરમાં આ જીવનો માળો ગણાય છે અશુભ


મધમાખી - જો ઘરની આસપાસ મધમાખી મધપૂડો બનાવે તો તેને અશુભ માનવામાં આવે છે તે સંકેત હોય છે કે તમારા ઘરમાં દુર્ઘટના થઈ શકે છે.


ચામાચીડિયું - જો કોઈ ઘરમાં અચાનક ચામાચીડિયું વધારે આવે અથવા તો રહેવા લાગે તો તેને પણ અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘર પર આર્થિક સંકટ વધે છે.


કબુતર - કબુતર જો તમારા ઘરમાં માળો બનાવે તો તેને પણ અશુભ માનવામાં આવે છે.