Vastu Tips: જાણો મંદિરમાં શા માટે કરવો જોઈએ પડદો, શું છે તેનું કારણ અને કયા રંગનો પડદો રાખવો છે શુભ
Vastu Tips: ઘરમાં મંદિરને લઈને પણ કેટલાક નિયમો હોય છે જેનું પાલન કરવાથી પૂજાનું સંપૂર્ણ ફળ મળે છે. ઘરમાં મંદિર રાખવાના અને પૂજા પાઠ કરવાના કેટલાક નિયમ હોય છે. જેમાં સૌથી મહત્વનો નિયમ હોય છે મંદિરમાં પડદો કરવાનો.
Vastu Tips: હિન્દુ ધર્મમાં પૂજા પાઠને વિશેષ મહત્વ આપવામાં આવે છે. ઘરમાં રોજ લોકો પોતાના ઈષ્ટદેવની આરાધના કરે છે. ઘરમાં મંદિર બનાવી તેમાં ભગવાનની સ્થાપના કરવામાં આવે છે. ઘરની આ જગ્યા એટલે કે મંદિરને લઈને પણ કેટલાક નિયમો હોય છે જેનું પાલન કરવાથી પૂજાનું સંપૂર્ણ ફળ મળે છે. ઘરમાં મંદિર રાખવાના અને પૂજા પાઠ કરવાના કેટલાક નિયમ હોય છે. જેમાં સૌથી મહત્વનો નિયમ હોય છે મંદિરમાં પડદો કરવાનો.
આ પણ વાંચો: સાપ્તાહિક રાશિફળ: જાણો 15 થી 21 જાન્યુઆરી 2024 સુધીનો સમય 12 રાશિઓ માટે કેવો રહેશે
શાસ્ત્ર અનુસાર મંદિરમાં સવારે અને સાંજે આરતી કરવામાં આવે છે અને બપોરના સમયે મંદિર પર પડદો કરી દેવામાં આવે છે. આ સિવાય સાંજની આરતી પછી પણ મંદિરમાં પડદો ઢાંકી દેવામાં આવે છે. મંદિરમાં પડદો રાખવા પાછળ ખાસ કારણ હોય છે. પૂજા કર્યા પછી બપોરના સમયે મંદિરમાં પડદો કરવાનું કારણ હોય છે કે ભગવાન આરામ કરે ત્યારે તેમની ઊંઘમાં ખલેલ ન પહોંચે. તેવી જ રીતે સાંજની આરતી પછી પણ ભગવાન શયન કરે છે ત્યારે મંદિરમાં પડદો કરી દેવાનો હોય છે.
આ પણ વાંચો: આગામી એક મહિના સુધી સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, રોજ મળશે ધન લાભના સમાચાર
મંદિરમાં કયા રંગનો પડદો રાખવો
જો તમે મંદિરમાં પડદો કરવા માંગો છો અને યોગ્ય રંગ પસંદ કરવા માંગો છો તો શાસ્ત્રોમાં પીળા રંગને શુભ ગણવામાં આવ્યો છે. શાસ્ત્ર અનુસાર પીળો રંગ આધ્યાત્મ દૃષ્ટિએ ખૂબ જ સારો હોય છે તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને લોકોનું મન શાંત રહે છે. મંદિરમાં તમે પીળા રંગના પડદા કરાવી શકો છો. જો પીળો રંગ શક્ય ન હોય તો ક્રીમ અથવા તો આછો ગુલાબી રંગ પણ શુભ ગણાય છે. મંદિરમાં ક્યારેય કાળા, બ્લુ કે ડાર્ક રંગના પડદા કરવા નહીં.
આ પણ વાંચો: Guru Gochar 2024: 30 એપ્રિલ 2024 સુધી આ રાશિઓની ચાંદી જ ચાંદી, ગુરુ કરાવશે બંપર લાભ
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)