નવી દિલ્હી : હિન્દુ ધર્મના પ્રમુખ તહેવારોમાંથી એક મકર સંક્રાંતિ સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. તેથી તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં સૂર્યની પૂજા કરવામાં આવે છે અને તેમને સૂર્ય દેવતાના રૂપમાં પૂજવામાં આવે છે. જે પૃથ્વી પર તમામ જીવિત પ્રાણીઓનું પોષણ કરે છે. આ વખતે મકર સંક્રાંતિના પર્વ પર એક ખાસ યોગ બની રહ્યો છે. વર્ષ 2019માં મકર સંક્રાંતિ સર્વાર્થ સિદ્ધ યોગમાં ઉજવાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુરુ થસે મલમાસ
સૂર્યના મકર રાશિમાં આવવાથી કમુરતા પૂરા થશે. જેનાથી માંગલિક કાર્યો ફરીથી શરૂ થશે. સૂર્ય જ્યારે મકર, કુંભ, મીન, મેષ, વૃષ અને મિથુન રાશિમાં રહે છે, ત્યારે તે ગ્રહ ઉત્તરાયણ હોય છે. જ્યારે સૂર્ય અન્ય રાશિઓ કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક અને દન રાશિમાં રહે છે, ત્યારે દક્ષિણાયન હોય છે. 


આવી રીતે કરો પૂજા


  • મકર સંક્રાંતિ પર સવારે જલ્દી ઉઠો અને સ્નાન કરો.

  • શક્ય હોય તો તીર્થ સ્થાન પર સ્નાન કરો, તેનાથી પુણ્યની પ્રાપ્તિ થશે.

  • સ્નાન બાદ તાંબાના લોટામાં લાલ ફૂલ અને ચોખા નાખીને સૂર્યને જળ ચઢાવો.

  • મંદિરમાં ગોળ અને કાળ તલનું દાન કરો. તે શુભ રહેશે.

  • ભગવાનને ગોળ-તલના લાડુનો ભોગ ચઢાવો અને ભક્તોને પ્રસાદ વહેંચો. 


આદિત્ય હૃદય સ્ત્રોતનું પઠન કરો
જ્યોતિષ અનુસાર, સૂર્યના મકર રાશિમાં પ્રવેશ પર તેના કિરણોથી અમૃતનો વરસાદ થાય છે. તે દિવસે સૂર્ય ઊત્તરાયણ હોય છે. તેથી મકર સંક્રાંતિ પર સૂર્યની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. આવામાં જો ભાષાનું ઉચ્ચારણ શુદ્ધ હોય તો આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ જરૂર કરો. કેમ કે તે બહુ જ ફળદાયક રહેશે.


આ મંત્રનો જાપ કરો 
સૂર્ય મંત્ર ऊँ सूर्याय नम: નો જાપ 108 વાર કરો. લાભ થશે.